
સુરત: તહેવારોમાં દિવસોમાં સુરતના રેલ્વે સ્ટેશનો પર વતન તરફ જવા માટે મુસાફરોની ભારે ભીડ જામતી હોય છે. એવામાં રેલ્વે મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે, સુરતના ઉધના રેલ્વે સ્ટેશનથી ઓડીશાના બ્રહ્મપુર સુધીની અમૃત ભારત એક્સપ્રેસ (Udhna-Brahmpur Amrut Bharat Express train) હવે રોજ દોડશે.
અગાઉ ઉધના-બ્રહ્મપુર-ઉધના બ્રહ્મપુર 19021/19022 ટ્રેન અઠવાડિયામાં બે દિવસ જ ચાલતી હતી, 19 નવેમ્બરના રોજ તેની ફ્રીક્વન્સી વધારીને અઠવાડિયામાં ત્રણ દિવસ કરવામાં આવી હતી. તેના એક અઠવાડિયા બાદ આ ટ્રેનની ફ્રીક્વન્સી હજુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. દરરોજ ટ્રેનને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે.
આ ટ્રેનનું સસ્તું ભાડું, ઝડપી અને આરામદાયક મુસાફરીને કારણે મુસાફરોની ભારે ભીડ રહે છે, જેને કારણે ટ્રેનની ફ્રીક્વન્સી વધારવામાં આવી છે.
નોંધનીય છે ઉધના-બ્રહ્મપુર-ઉધના ટ્રેન ગુજરતને મળેલી ગુજરાતને મળેલી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન છે વડાપ્રધાન મોદીએ આ વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન આ સ્ટેશનો પર ઉભી રહે છે:
બારડોલી, વ્યારા, નવાપુર, નંદુરબાર, ડોન્ડાઇચા, સિંદખેડા, અમલનેર, ધરણગાંવ,જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, મહાસમુન્દ, ખારિયાર રોડ, કાંતાબેનજી, તિતલાગઢ, કેસિંગા, મુનિગુડા, રાયગડા, પાર્વતીપુરમ, બોબીલી, વિઝિયાનગરમ, શ્રીકાકુલમ રોડ, પલાસા.
આપણ વાંચો: ગિફ્ટ સિટીમાં ક્યાંય એસી નહીં હોય, ચિલ્ડ વોટરથી ઠંડક માટે ખાસ ટનલ



