સુરત

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ કાયદો હાથમાં લીધો! બે યુવકને આપી તાલિબાની સજા

સુરતઃ સુરતને ક્રાઇમ સિટી કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કારણે કે, છાશવારે ક્રાઇમની ઘટના બનતી હોય છે. સુરતમાં આવેલા ટેક્ચટાઈલ માર્કેટનો અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વેપારીઓએ બે યુવકોને નગ્ન કરીને તાલિબાની સજા આપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ચોરી કરવા આવેલા હોવાના આરોપમાં તેમને નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. પરંતુ આખરે વેપારીઓ સામે માટે કાયદો હાથમાં લેવો પડ્યો?

આવી રીતે સજા આપવાની સત્તા વેપારીઓને કોણે આપી?

સુરતમાં અનમોલ ટેક્ટટાઈલ માર્કેટમાં આ સમગ્ર ઘટના ઘટી છે. અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં ચોરીના આરોપ હેઠળ દુકાન માલિકે બે યુવકોને નિર્દયતા પૂર્વક માર માર્યો છે. આવી રીતે નગ્ર કરીને સજા આપવાની સત્તા વેપારીઓને કોણે આપી? જો બે યુવકો ચોરીની આશાએ આવ્યાં હતા તો પોલીસને જાણ પણ કરી શકાતી હતી? પરંતુ વેપારીઓએ પોલીસને જાણ કરવાની જગ્યાએ જાતે જ જજ બનીને આરોપીઓને તાલિબાની સજા આપી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.

બંને કર્મચારીઓને 3થી 4 કલાક સુધી ગોંધી રાખ્યા અને ઢોર માર માર્યો

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે દુકારદારે પોતાના કર્મચારીઓને કપડાં કાઢી ફટકાર્યા હતા. દુકાન માલિકે પોતાની દુકાન બહાર લોકોની સામે જ કર્મચારીઓને ચોરીની શંકાઓ ઢોર માર માર્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, પહેલા બંને કર્મચારીઓને ત્રણથી ચાર કલાક સુધી ગોંધી રાખ્યાં હતા. ત્યાર બાદ કપડાં કઢાવીને ઢોર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અનમોલ ટેક્સટાઇલ માર્કેટ બની હતી. આસપાસ લોકો હોવા છતાં પણ કોઈ બચાવવા માટે આવ્યું નહોતું. પ્રશ્ન એ છે વેપારીઓને શા માટે કાયદો હાથમાં લેવો પડ્યો? હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button