સુરતના ટ્રકડ્રાયવરને પત્નીની ફેક એક્ટિંગ નડી ગઈઃ આવું નાટક કરી લીધો ભોળા મિત્રનો જીવ | મુંબઈ સમાચાર

સુરતના ટ્રકડ્રાયવરને પત્નીની ફેક એક્ટિંગ નડી ગઈઃ આવું નાટક કરી લીધો ભોળા મિત્રનો જીવ

સુરતઃ મિત્ર અને મિત્રતા સામે શંકા ઊભી થાય તેવો કિસ્સો સુરતમાં બન્યો છે. અહીં મિત્રએ પોતાના સ્વાર્થ માટે ભોળા મિત્રનો જીવ તો લીધો અને ત્યારબાદ નાટક પણ રચ્યું, પણ પોલીસની બાજ નજરને લીધે ઝડપાઈ ગયો છે. સુરતના સણીયા-ખંભાસલા રોડ પર 14મી જુલાઈએ એક અકસ્માતની ઘટના બની હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં હતાં. જો કે, વાસ્તવમાં આ અકસ્માત નહીં પરંતુ હત્યા હતી! તેવું પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું છે.

વીમો પકવવા માટે આ સમગ્ર તરકટ રચ્યું પણ…

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રાને દેવું વધી ગયું હતું. જેથી એલઆઈસીનો વીમો પકવવા માટે પોતાના મોતનું તરકટ રચ્યું હતું. શિવકુમાર પોતે ટ્રક ચલાવે છે. તેની સાથે રહેતા મિત્ર દેવી પ્રસાદ પાલને પહેલા બેભાન થયા એટલો દારૂ પીવડાવ્યો હતો. ત્યાર બાદ તેને પોતાના કપડાં પહેરાવ્યા અને ટ્રકથી માથું કચડી નાખ્યું હતું. મૃતકની ઓળખ જ ના થઈ શકે તે રીતે તેના મોંઠા પર ટ્રક ફેરવી દીધી હતી. જેથી પોલીસને કપડાંના આધારે એવું લાગ્યું કે, શીવકુમારનું મોત થયું છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે.

શીવકુમારની પત્ની સાથે પૂછપરછ કરાતા થયો ભાંડા ફોડ

મિત્રની હત્યા કરીને તે ત્યાંથી ભાગી ગચો અને બાદમાં પત્નીને ફોન કરીને કહ્યું કે, પ્લાન પ્રમાણે મેં દેવી પ્રસાદની હત્યા નાખી છે જેથી તે બોડી મારી છે તેવું સ્વીકારીને અંતમ સંસ્કાર કરી દેજે. બાદમા એલઆઈસીનો વીમો પાકી જશે. આવો પ્લાન કરીને તે મહારાષ્ટ્રમાં તેની બીજા મિત્રને ત્યાં ભાગી ગયો હતો. પરંતુ તે ભાગી જાય તે પહેલા પોલીસે સમગ્ર કેસનો પર્દાફાશ કરી દીધો છે. આ કેસમાં જ્યારે પોલીસે શિવકુમારની પત્ની સાથે પૂછપરછ કરી ત્યારે તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો શોક કે ચિંતા નહોતી, અને તે માત્ર વીમો પાકશે કે નહીં તેની વાત કરી રહી હોવાથી પોલીસને શંકા ગઈ હતી.

આપણ વાંચો:  જૂનાગઢના દાતાર જંગલમાં પુષ્પા ગેંગ સક્રિય! વન અધિકારીઓ આવતા ચંદન તસ્કરો ભાગ્યા

મહારાષ્ટ્રના પુણેમાંથી ઝડપાયો મિત્રનો હત્યારો

પોલીસે આ મામલે જ્યારે આરોપીના બીજા સિમકાર્ડ વિશે જાણવા મળ્યું ત્યારે તેના છેલ્લા લોકેશનની તપાસ કરવમાં આવી હતી. લોકેશનના આધારે એક ટીમ તપાસ માટે મોકલી હતી. જેથી મહારાષ્ટ્રના પુણેમાં રહેતા મોનુ ચંદ્રબલી ગૌતમના ઘરેથી શિવકુમાર મળી આવ્યો હતો. જેનું મોત થયું હોવાની પોલીસે માની લીધું હતું તે વ્યક્તિ જીવતો મળ્યો હોવાથી બધા ચોંકી ગયાં હતાં. પોલીસે આ મામલે હત્યારા ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button