સુરતમાંથી ઝડપાઈ ત્રણ નકલી ઘીની ફેક્ટરી; હજારો કિલો ઘીનો જથ્થો જપ્ત, આ રીતે થયું હતું વેચાણ

સુરત: સુરત એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના અમુક વિસ્તારમાં ડુપ્લીકેટ ઘીનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેથી ડુપ્લીકેટ ઘીનુ વેચાણ થાય તે પહેલા જ પકડી પાડવામાં આવ્યું હતું. ડૂપ્લીકેટ ઘી વેચાતા ઇસમોને ઝડપી પાડવા માટે એસઓજીએ અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. બાતમીના આધારે ત્રણ ફેક્ટરીમાં રેડ પાડીને કુલ 1,20,56,500 રૂપિયાનું 9,000 કિલોથી વધારે નકલી ઘી ઝપડી પાડવામાં આવ્યું છે.
ડુપ્લીકેટ ઘી સાથે પોલીસે ચાર આરોપીઓને દબોચ્યાં
પોલીસે બાતમી આધારે અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલ અલગ અલગ ડુપ્લીકેટ ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓમાં રેડ પાડી હતી. આ દરમિયાન સુરતના અમરોલીમાં રહેતા આરોપી જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરીયા, વાઇટ પેલેસ એપાર્ટમેંટમાં રહેતા અંકીતભાઇ ટેકચંદભાઇ પંચીવાલા, સુમીતકુમાર જયેશભાઇ મૈસુરીયા (રહે.બી/304 સન રેસીડેન્સી ચારભુજા આર્કેડની બાજુમાં ક્રોસરોડ કોસાડ અમરોલી સુરત શહેર) અને દિનેશકુમાર તેજાજી ગેહલોત (રહે- શેડ નં.1/એ, બિલ્ડીંગ નં.સી, ઈવા એમ્બ્રો પાર્ક ભાગ-2, કોસાડ ગામ અમરોલી સુરત શહેર) ને ઝડપી પાડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: ડીસામાંથી ડુપ્લિકેટ ચલણી નોટોની ફેક્ટરી ઝડપાઈઃ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કુલ મળીને રૂપિયા 1,20,56,500 નો મુદ્દામાલ જપ્ત
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ દરમિયાન પોલીસે તેમની પાસેથી રૂપિયા 1,20,56,500/-ની કિંમતના મત્તાના ડુપ્લીકેટ ઘી તથા તેને બનાવવા માટે સામગ્રી પણ જપ્ત કરી લીધી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ વધારે રૂપિયા કમાવવા માટે સ્લમ વિસ્તારમાં આવેલ કિરાણાની દુકાન પર તેમજ આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતા સસ્તા ભાવે ઘીનું છુટક વેચાણ કરતા હતી. અત્યારે આ તમામ આરોપીઓ સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં નકલી દવા ઝડપાઈ તો આવી બન્યું સમજો, રાજ્ય સરકાર એસઓપી તૈયાર કરશે
ડુપ્લીકેટ ઘી તથા તેને બનાવવા માટે સામગ્રી પણ જપ્ત કરાઈ
સુરત એસઓજી પોલીસે ત્રણ જગ્યાએ રેડ પાડી હતી આ દરમિયાન રૂપિયા 67,00,550 કિંમતનું 9,919 કિગ્રા ભેળસેળ યુક્ત ડુપ્લીકેટ ઘી, રૂપિયા 53,55,950 કિંમતના ડુપ્લીકેટ ઘી બનાવવા માટે ઉપયોગમા લેવામાં આવતા મશીન તથા રો-મટેરીયલ એમ કુલ મળીને રૂપિયા 1,20,56,500 કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે.