ટોપ ન્યૂઝસુરત

વરસાદે સુરત શહેરની સૂરત બગાડી! વ્યવસ્થામાં તંત્ર ખાડે ગયું, પ્રિ-મોન્સુન કામગીરીના દાવા પોકળ

સુરતઃ ગુજરાતમાં વરસાદની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા વરસાદ સૌરાષ્ટ્રમાં વધારે ખાબક્યો હતો. જો કે, છેલ્લા 3 દિવસથી વરસાદ સુરતની સુરત બગાડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કુલ 13.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે મોટાભાગનું સુરત પાણીમાં છે. અત્યારે સુરત પાણીમાં છે કે, પાણીમાં સુરત કઈ સમજી શકાય તેવું નથી. વ્યવસ્થા મામલે તંત્રનું કામ સાવ ખાડે ગયું છે. કારણે કે, પ્રિ-મોન્સુન કામગીરીના નામે માત્ર મીંડું છે. વરસાદના કારણે રસ્તા તો પાણી ગરકાવ છે જ! પરંતુ સાથે સાથે સોસાયટી, દુકાનો અને ઘરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે.

પ્રિ-મોન્સુન કામગીરીમાં તંત્રના દરેક દાવાઓ પોકળ સાબિત થયા

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. ખબર હતી કે આ વર્ષે વરસાદ અપેક્ષાઓ કરતા વધારે આવવાની સંભાવનાઓ છે. તેમ છતાં પણ પ્રિ-મોન્સુનન કામ કરવામાં તંત્રએ કોઈ રસ દાખવ્યો નહીં. વરસાદ આવે તે પહેલા ડ્રેનેજની સુવિધા કરવાની હોય છે. આખરે શા માટે તંત્ર દ્વારા આ વ્યવસ્થા ના કરવામાં આવી છે? તંત્રના દરેક દાવાઓ પોકળ સાબિત થયા છે! જે પણ વાયદાઓ કરવામાં આવ્યાં હતા તે દરેક વચનોને વરસાદી પાણીથી ધોવાઈ ગયાં છે. હજી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલો છે. સુરતમાં ગઈ કાલે મંગળવારે સતત બીજા દિવસે 8 કલાકમાં 7 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો.

સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈ કુલ 82 રસ્તા બંધ

વરસાદની અસરની વાત કરવામાં આવે તો, સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈ કુલ 82 રસ્તા બંધ થઈ ગયા. પલસાણા તાલુકાના ગાગપુર ગામની ખાડીના વરસાદી પાણી ત્રણ ફળિયામાં ઘૂસ્યાં છે. અહીંથી 135 લોકોને રેસ્ક્યુ કરીને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. ધામડોદ ગામના એક ફળિયામાંથી 14 લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડાયા હતાં. સુરતમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં કુલ 13.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં ચોમેર પાણી ભરાયા છે. વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

ખાડીમાં પૂરને કારણે 5 લાખથી વધુ લોકોને અસર થઈ

સુરતમાં અતિભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ખાડીમાં પૂરને કારણે 5 લાખથી વધુ લોકોને અસર થઈ છે. આ સાથે સાથે પરિવહનને પણ અસર થઈ છે. વરસાદના કારણે બસ સેવાઓ ખોરવાતા સવા લાખ પેસેન્જરો અટવાયા હતા તેનું પ્રકાશમાં આવ્યું છે. સુરતમાં જે પ્રકારે વરસાદ આવ્યો છે તેને જોતા જનજીવન ખોરવાઈ ગયું છે. લોકો ઘરમાં જ રહેવા માટે મજબૂર બની ગયાં છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ હોવાના કારણે ઘરની બહાર નીકળું મુશ્કેલ બની ગયું છે.

આ પણ વાંચો…નર્મદાના નાંદોદમાં 8 ઈંચથી વધુ વરસાદ, દોઢ દિવસમાં 16 ઈંચ વરસાદથી સુરતની બગડી સૂરત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button