સુરતમાં 28 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટની આત્મહત્યા: લગ્નના બે મહિના પહેલાં ડોક્ટરે નવમા માળેથી ઝંપલાવ્યું

સુરત: રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. શહેરમાં 28 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ એક બિલ્ડિંગના નવમાં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે.
બહુમાળી ઈમારતના નવમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરનારી ફિઝિયોથેરાપિસ્ટે ડોક્ટર જાન્યુઆરી, 206માં સગાઈ અને લગ્ન કરવાની હતી, પરંતુ અચાનક ભરેલા અંતિમ પગલાને કારણે અનેક સવાલો ઊભા થયા છે.
આપણ વાચો: પંકજા મુંડેના પીએની પત્નીની આત્મહત્યા: પરિવારજનોએ કર્યો સતામણીનો આરોપ
ડૉ. રાધિકાની આત્મહત્યાનો ઘટનાક્રમ
મૂળ જામનગરના જમનભાઈ કોટડિયા પોતાના પરિવાર સાથે સુરતના સરથાણ વિસ્તારમાં સ્થાયી થયા હતા. તેમની દીકરી રાધિકાએ ફિઝયોથેરાપીનો અભ્યાસપૂરો કરીને સરથાણા-જકાતનાકા વિસ્તારમાં પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક શરૂ કર્યું હતું. છ મહિના પહેલા રાધિકાની સગાઈ પણ થઈ હતી. તેનો પરિવાર જાન્યુઆરીમાં થનારા લગ્નની તૈયારીમાં જોડાઈ ગયો હતો. પરંતુ એવા સમયે રાધિકાએ એવું પગલું ભર્યું કે લગ્નના ઘરમાં માતમ છવાયો હતો.
આપણ વાચો: પંકજા મુંડેના પીએની પત્નીની આત્મહત્યા: પરિવારજનોએ કર્યો સતામણીનો આરોપ
આ બનાવ ક્યારે બન્યો?
21 નવેમ્બર 2025ની સાંજે 8 વાગ્યે રાધિકા સરથાણા વિસ્તારના ચાય પાર્ટનર કેફે ખાતે પહોંચી હતી. રાધિકાએ વેઇટરને ચાનો ઓર્ડર આપીને પાણીની બોટલ અને ગ્લાસ મંગાવ્યો હતો. કેફેમાં ઘણા કપલ અને ફેમિલિ સાથે આવેલા લોકો પણ બેસેલા હતા. કેફેના કર્મચારી કોબિદ અલીના જણાવ્યાનુસાર રાધિકાની વર્તણૂક લગભગ 20 મિનિટ સુધી સામાન્ય રહી હતી. તે કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહી હતી. પરંતુ તેના ચહેરા પર કોઈ ગભરામણ કે બેચેની દેખાઈ રહી નહોતી.
કોબિદ અલી જેવો કિચનમાં ગયો કે રાધિકા ખુરસી પરથી ઉઠીને કેફેની રેલિંગ પર ચઢી અને સીધી નીચે કૂદી ગઈ. તેના અવાજના કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું. રાધિકાના આખું શરીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરે મૃત જાહેર કરી હતી.
આપણ વાચો: મરાઠીમાં ન બોલવાને મુદ્દે થયેલા ઝઘડામાં ટ્રેનમાં મારપીટ કરાયા બાદ કોલેજિયને કરી આત્મહત્યા
આત્મહત્યાની પોલીસ તપાસમાં મોટો ખુલાસો
રાધિકાની આત્મહત્યાને લઈને પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મહત્યા કરતા પહેલા રાધિકાએ પોતાના મંગેતરને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, તું તારા માતા-પિતાને નાની-નાની વાતો કહીશ નહીં, જેથી બંને વચ્ચે કોઈ વાતને લઈને તકરાર ચાલી રહી હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.
તેઓ નિયમિત વોઈસ કોલ અને વીડિયો કોલ પર પણ વાતચીત કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે, તેથી હવે પોલીસે તેમના મોબાઈલ ફોન અને મેસેજ તથા કોલ રેકોર્ડની તપાસ હાથ ધરી છે. જેથી બંને વચ્ચે કઈ બાબતે તકરાર ચાલી રહી હતી, તેની તપાસ કરી શકાય.
આપણ વાચો: ગુજરાતમાં માવઠું બન્યું ‘મોત’નું કારણ: ૩ અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં ૬ ખેડૂતોએ આત્મહત્યા કરી
રાધિકાનો મૃતદેહ જોયા બાદ તેના માતા-પિતા અને ભાઈની આંખોમાંથી આંસુ અટકી રહ્યા નથી. બે મહિના બાદ તેમની દીકરી દુલ્હન બનવાની હતી. રાધિકા એક સફળ, આત્મનિર્ભર અને ભણેલી-ગણેલી છોકરી હતી. તેનું ક્લિનિક પણ સારું એવું ચાલી રહ્યું હતું. એવામાં તેણે આત્મહત્યા જેવું મોટું પગલું કેમ ભર્યું? એવી ચર્ચા સમગ્ર સરથાણા વિસ્તારમાં થઈ રહી છે.
સુરત પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હાલમાં પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે રાધિકાએ અંતિમ પગલું શા માટે ભર્યું. પરિવારના સભ્યોની સાથે મંગેતરના નિવેદનના આધારે વિગતવાર તપાસ કરવામાં આવશે. રાધિકાના ચેટ રેકોર્ડ, ફોન ડેટાની પણ તપાસ કરી રહી છે, ત્યાર પછી સુસાઈડ અંગે કારણ સ્પષ્ટ થશે.



