સુરતમાં ગાર્ડનમાં રમવા ગયેલો માસૂમ કાળનો કોળિયો બન્યો, સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ…

સુરતઃ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટનાએ સ્થાનિકોને ચોંકાવી દીધા છે. પાલિકા દ્વારા સંચાલિત એક ગાર્ડનમાં લોખંડનો ગેટ બાળક પર પડી જતાં તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ શહેરના પર્વત ગામ વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, જ્યારે પરિવારજનો આ અણધારી ખોટથી આઘાતમાં છે. આ ઘટનાએ જાહેરસ્થળોની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા કર્યા છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે સુરતના પર્વત ગામ વિસ્તારમાં આવેલા પાલિકા સંચાલિત ગાર્ડનમાં એક બાળક પર લોખંડનો ભારે ગેટ પડી ગયો. આ દુર્ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ થઈ.
જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ અને દુઃખની લાગણી ફેલાવી છે.
આ ઘટના બનતા જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ગેટની સ્થિતિ, તેની જાળવણી અને દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે પાલિકા દ્વારા ગાર્ડનની યોગ્ય જાળવણી ન કરવામાં આવી હોવાથી આ દુર્ઘટના બની. આ ઘટનાએ જાહેર સ્થળોની સુરક્ષા અંગે ચિંતા વધારી છે.
આ પણ વાંચો…સુરતમાં કચરાના ઢગલામાંથી મળ્યું કપાયેલું માથું, રૂમમાંથી ધડ મળતાં હડકંપ