સુરતમાં મહાવીર હોસ્પિટલના કેન્સર વોર્ડની બિલ્ડિંગમાં લાગી આગ, 12 લોકોનું રેસ્ક્યુ...
Top Newsસુરત

સુરતમાં મહાવીર હોસ્પિટલના કેન્સર વોર્ડની બિલ્ડિંગમાં લાગી આગ, 12 લોકોનું રેસ્ક્યુ…

સુરતઃ સુરતમાં આવેલી મહાવીર હોસ્પિટિલના કેન્સર વોર્ડની ઇમારતમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલ વેસુ વિસ્તારમાં આવેલી છે.

અહીં નવી બની રહેલી કેન્સર હોસ્પિટલના બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું પ્રકાશમા આવ્યું છે. આગ લાગ્યાનો કોલ જતા ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં ફાયર વિભાગ દ્વારા 12 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે તૈનાત
આગને કાબૂમાં લેવા માટે અત્યારે ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે તૈનાત છે. ચાર યુવતીઓ અને પાંચ પુરૂષો ટેરેસ પર ચડી ગયા હતા તેમનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. ફાયર વિબાગના જવાનો અત્યારે આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.

આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. આગ શા કારણે લાગી તે અંગે પણ હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ આગ વધારે વિકરાળ ના બને તે માટે ફાયર વિભાગ તૈનાત છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હોસ્પિટલના 10મા માળે આગ લાગી હતી. માહિતી એવી મળી રહી છે કે, હોસ્પિટલમાં અત્યારે નવા મશીન લગાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કોઈ કારણે શોર્ટ સર્કિટ થયો અને આગ લાગી ગઈ હતી.

જો કે, કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આગ લાગી હોવાના કારણે કામ કરતા કર્મચારીઓ ડરી ગયાં હતાં. આ દરમિયાન 12 લોકો અંદર ફસાઈ ગયાં હતાં. ફાયર વિભાગે સત્વરે તેમનું રેસ્ક્યૂ કરી લીધું છે. આગને કાબૂમાં લેવાની કામગીરી અત્યારે ચાલી રહી છે.

આ પણ વાંચો…ચોમાસાની વિદાય ટાણે મેઘરાજાની સુરતમાં ધમાકેદાર બેટિંગ, લિંબાયતમાં એક કલાકમાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button