સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ફરી વિવાદમાં સપડાઈ, 42 વર્ષીય કેદીએ કરી આત્મહત્યા

સુરત: સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ મોટાભાગે વિવાદોમાં આવતી રહે છે. ફરી એકવાર આ જેલ વિવાદમાં સપડાઈ છે. લોજપોર સેન્ટ્રલ જેલામાં હત્યાના આરોપમાં 42 વર્ષીય હેમંત ઉર્ફે ડૈની પાંનચંદ્ર મંગરોલિયા સજા ભોજવી રહ્યો હતા. આ કેદીએ ગત 17 સિપ્ટેમ્બરની રાત્રે હાઈ સુરક્ષાવાળા યાર્ડ નંબર 42 માં આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આખરે શા કારણે તેને આત્મહત્યા કરી? આ દરમિયાન જેલ પોલીસ શું કરી રહી હતી તે પણ એક સવાલ છે.
2017માં હત્યા કેસમાં હેમંતની ધરપકડ થઈ હતી
વિગતે વાત કરવામાં આવે તો, 2017 માં સુરતના કતારગામ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના કેસમાં હેમંતની ધરપકડ કરવામાં આવી હતી. તે 2017થી સુરતના આ લાજપોર સેન્ટ્રલ જેલમાં સજા ભાગવી રહ્યો હતો. થોડા સમય પહેલા જ તેને ઉચ્ચ સુરક્ષાવાળા યાર્ડ નંબર 42 માં રાખવામાં આવ્યો છે. અહીં મોટા ભાગે જેલ પોલીસ હાજર હોય છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જેલ ખાતે દોડી આવ્યાં
ગત 17મી સપ્ટેમ્બરની રાત્રે જેલ કર્મચારી કોન્સ્ટેબલ શક્તિસિંહ જે. કાઠિયા રાઉન્ડઅપ કરી રહ્યા હતા ત્યારે હેમંતને બેભાન અવસ્થામાં જોયો હતો. જેથી તેને સત્વરે ડો. લક્ષ્મણ તાહિલિયાનીને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતાં. ડૉક્ટરે તેની તપાસ કરી અને તેમને મૃત જાહેર કરી દીધો હતો. આ સમગ્ર મામલે જાણ થતા સચિન પોલીસ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જેલ ખાતે પહોંચી ગયાં હતાં. આ ઘટના બાદ ફરી એક વખત લાજપોર જેલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
આ બેરેકમાં આત્મહત્યા કરવી કેવી રીતે શક્ય બની?
આ સમગ્ર મામલે મૃતકના ભાઈ અમિત માંગરોલિયાએ જેલ પ્રશાસન પર સવાલ ઉઠાવ્યા હતાં. આખરે શા માટે હેમંતને ઉચ્ચ સુરક્ષાવાળા બેરેકમાં રાખવામાં આવ્યો હતો? આ બેરેકમાં આત્મહત્યા કરવી કેવી રીતે શક્ય બની? તેવા અનેક સવાલો થઈ રહ્યાં છે. આ સાથે સાથે પરિવારે જેલના સીસીટીવી ફૂટેજ જોવાની વિનંતી કરી છે. પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણાવીને તપાસ શરૂ કરી છે. આગળની હકીકત તપાસ થયા બાદ જાહેર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.