સુરત

સુરત બ્રિજ કરૂણાંતિકાઃ પિતા-પુત્રી બાદ હૉસ્પિટલમાં પત્નીએ પણ દમ તોડ્યો

સુરત: ગુજરાતમાં ઉત્તરાયણનો ઉત્સાહ અનેક પરિવારો માટે કાળમુખો સાબિત થયો છે. અનેક એવી ઘટના બની છે તેમાં લોકોના મોતના સમાચાર મળ્યાં છે. ખાસ કરીને સુરતમાં હૃદયદ્રાવક ઘટના બની છે જેણે આખા શહેરને હચમચાવી દીધું છે.

રસ્તા પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો માટે પતંગની આ દોરી જીવલેણ બની હતી. સુરત શહેરમાં પતંગની દોરીના કારણે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આપણ વાચો: ઉત્તરાયણ પહેલા જ સુરતમાં વરતાયો પતંગની દોરીનો કહેર, મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ પર વ્યક્તિનું ગળું કપાયું…

અકસ્માતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી

વિગતે વાત કરવામાં આવે તો, સુરતના એક ફ્લાયઓવર પર સર્જાયેલા અકસ્માતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે, જેમાં માતા-પિતા અને પુત્રીનું કરુણ મોત નીપજ્યું છે. સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ પર ગઈકાલે સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.

35 વર્ષીય રેહાન પોતાની પત્ની અને 7 વર્ષની માસૂમ પુત્રી આયેશા સાથે બાઈક પર સવાર થઈ ફરવા નીકળ્યા હતા. બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી તેમના રસ્તામાં આવી ગઈ હતી. બાઈક ચલાવતી વખતે એક હાથે દોરી હટાવવા જતાં રેહાને સંતુલન ગુમાવ્યું હતું અને બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું. જેથી ત્રણેય સભ્યો બ્રિજ પરથી 70 ફૂટ નીચે પટકાયા હતાં.

આપણ વાચો: ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં 10 વર્ષના બાળક સહિત ચારનાં મોત, અનેક ઘાયલ

એક જ પરિવારના ત્રણેય સભ્ચોને કાળ ભરખી ગયો

આ અકસ્માતમાં 35 વર્ષીય પિતા રેહાન, તેની પત્ની રેહાના અને આયેશાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે આ ભયાનક અકસ્માતમાં રેહાનની પત્ની રેહાના બ્રિજ પરથી નીચે પડતી વખતે તે ત્યાં નીચે પાર્ક કરેલી એક ઓટો-રિક્ષા પર પડી હતી.

જોકે, તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ રેહાનાએ પણ દમ તોડી દીધો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button