દુષ્કર્મ કેસમાં સુરતના જૈન મુનિ શાંતિસાગર દોષિત: સજા પર આજે ફેંસલો

સુરતઃ સુરતમાં વર્ષ 2017માં શ્રાવિકા પર જૈન મુનિએ આચરેલા દુષ્કર્મના કેસનો ચુકાદો આવ્યો હતો. સુરત કોર્ટે આરોપી જૈન મુનિને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. સજા આવતીકાલે સુધીમાં સંભળાવવામાં આવે એવી શક્યતા છે.
સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: યેશુ યેશુવાળા પાદરી બજિંદર સિંહને દુષ્કર્મના કેસમાં કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
આ મામલે અઠવા પોલીસમાં ગુનો નોંધાયા બાદ જૈન મુનિની ધરપકડ કરવામાં આવી હતી. કેસ સુરત કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દુષ્કર્મ કેસમાં જૈન મુનિને દોષિત ઠેરવ્યા હતા. અત્યારે દોષિત મુનિ જેલવાસ હેઠળ છે. જૈન મુનિનો ગુનો ગંભીર હોવાથી તેમને લાંબી જેલસજાની સંભાવના છે. આ કેસ જૈન સમાજમાં અને સમગ્ર સુરત શહેરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
કેસની વિગત મુજબ ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં આવેલા એક રૂમમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની 19 વર્ષીય શ્રાવિકા યુવતીને બોલાવવામાં આવી હતી અને જૈન મુનિ એવા આરોપી શાંતિસાગરે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગેની ફરિયાદ યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાવતાં આરોપી શાંતિસગારની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.