સુરત

VIDEO: રાજસ્થાન દિવસ ઉજવણીએ ગુજરાતમાં રેકોર્ડ! 12 હજાર મહિલાઓ કર્યું ઘુમ્મર નૃત્ય…

સુરત: 30મી માર્ચને રાજસ્થાન સ્થાપના દિવસ તરીકે ઉજજવામાં આવે છે અને તેની ઉજવણીમાં ગુજરાતમાં એક રેકોર્ડ સ્થપાયો છે. સુરતમાં રાજસ્થાનના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તેની ઉજવણીનાં ભાગરૂપે પરંપરાગત પોશાક પહેરેલી આશરે 12 હજાર જેટલી મહિલાઓએ ઘુમ્મર નૃત્ય કર્યું હતું.

જુઓ વીડિયો:

આ પણ વાંચો: Surat મા એક્શન પ્લાનની ખાતરી બાદ પણ ઉકેલ નહીં આવતા, 30મી માર્ચે રત્નકલાકારોની હડતાળ…

રાજસ્થાન સ્થાપના દિવસની ઉજવણી

પ્રાપ્ત વિગતો અનુસાર 30મી માર્ચ રાજસ્થાન સ્થાપના દિવસની સુરતમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. રાજસ્થાન સ્થાપના દિવસ અને ચૈત્ર નવરાત્રીનાં પ્રથમ દિવસે પરંપરાગત રાજસ્થાની પોશાક પહેરેલી આશરે 12 હજાર જેટલી મહિલાઓએ રાજસ્થાનનું પરંપરાગત નૃત્ય ઘૂમર રજૂ કર્યું હતું. આ નૃત્યમાં રાજસ્થાની સમાજનાં આબાલવૃદ્ધ સૌ કોઇ જોડાયા હતા.

બે રેકોર્ડ સ્થાપિત

સુરત શહેરના ગોડાદરા ખાતે રાજસ્થાન સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક સાથે 12 હજાર મહિલાઓએ ઘુમ્મર નૃત્ય રમીને કરી બે રેકોર્ડ સ્થાપિત કર્યા હતા. બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લંડન અને ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં આ નૃત્યને સ્થાન મળ્યું હતુ. રાજસ્થાનથી દૂર છેક ગુજરાતમાં આ ઉજવણી જોઈને જાણે સુરતમાં રાજસ્થાન જ ઉભુ થયું હોય તેવો આભાસ થયો હતો.

આ પણ વાંચો: Surat માં 13 મહિનામાં 11,39,158 વાહન ચાલકોને ચલણ દ્વારા કાર્યવાહી…

70 હજારથી વધારે મહિલાઓએ રમી હતી હુડા રાસ

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે ભાલ પંથકનાં બાવળીયાળી ઠાકરધામ ખાતે સંતશ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત આજે ભરવાડ સમાજના પરંપરાગત ગોપી હુડા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરવાડ સમાજની 70 હજારથી વધારે મહિલાઓએ એકસાથે તેમના પારંપરિક ગોપી હુડા મહારાસ રમીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button