સાધુના વેશમાં ઝડપાયો અંડરવર્લ્ડ ડોન, એક સમયે છોટા રાજનનો હતો ખાસ

સુરતઃ વાપીમાં વર્ષ 2024માં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરીને 5 કરોડની ખંડણી અને હત્યાના ગુનામમાં સીઆઈડી ક્રાઈમે અંડરવર્લ્ડ ડોન બંટી પાંડેની ધરપકડ કરી હતી. તે એક સમયે છોટા રાજન માટે કામ કરતો હતો. જે બાદ તેણે પોતાની ગેંગ બનાવી હતી. વાપીમાં અપહરણ અને હત્યાના બંટી પાડેના સાથી ભૂપેન્દ્ર વોરા અને સંજય સિંહે અંજામ આપ્યો હતો. બંટી પાંડેએ વાપીના ઉદ્યોગપતિને ફોન કરીને ધમકી આપી હતી, બાદમાં ખંડણી માંગી હતી.
અંડરવર્લ્ડ ડોન સાધુને વેશમાં પકડાયો હતો. તેના પર હત્યા અને ખંડણીના અનેક કેસ ભારતના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. ગુજરાતના વાપીમાં આઈડિયલ ટ્રેડિંગ કંપનીના સંચાલક મુતૂર અહમદ કાદિર ખાનના પુત્ર અબૂબઝર ખાનનું 2004માં અપહરણ થયું હતું. ટ્રાન્સપોર્ટ અને નેટવર્કિંગના ધંધા સાથે જોડાયેલા ખાન પરિવારના પુત્રના અપહરણ બાદ ફોન કરીને 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત; દીકરી સાથે અડપલાંનાં કેસમાં થઈ હતી ધરપકડ…
અંડરવર્લ્ડ ડોન બંટી પાંડેના નામથી આવેલા ધમકી ભર્યા ફોન બાદ ખાન પરિવારે 5 કરોડ રૂપિયા આપવાની વાત કહી હતી અને દુબઈના એક સંબંધી મારફતે પાંચ કરોડ રૂપિયા ચુકવી દીધા હતા. જે બાદ બંટી પાંડે ગેંગે ખાન પરિવારના પુત્ર સાથે વાત કરાવી નહોતી. પરિવારને શંકા જતા વાપી પોલીસનો સંપર્ક કર્યો હતો. આ વચ્ચે ઘોલવાડ વિસ્તારમાં અપહરણ થયેલા ઉદ્યોગપતિના પુત્રની લાશ મળી આવી હતી પરંતુ માથું મળ્યું નહોતું.
તે સમયે સુરત ક્રાઈમ બ્રાંચ ટીમે કેસની તપાસ દરમિયાન સંજય ઉર્ફે સંજય સિંહ ઉર્ફે રાહુલની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં ઉદ્યોગપતિના પુત્રની હત્યાનો ખુલાસો થયો હતો. મહારાષ્ટ્ર બોર્ડરના અસવાલી ડેમ વિસ્તારમાં હત્યાને અંજામ આપ્યો હતો. ઉદ્યોગપતિના પુત્રની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
આ કાંડમાં બંટી પાંડેના સાગરિતો ભૂપેન્દ્ર વોરા, છોટુ ધોબી અને વિનોદની સંડોવણી બહાર આવી હતી. બંટી પાંડે સહિત તેની ટોળકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બંટી પાંડે વિદેશ ભાગી ગયો હતો. જે બાદ તેણે 2001માં વિયેતનામમાં આત્મસમર્પણ કર્યું હતું. આ પછી સીબીઆઈ તેને ભારત લઈને આવી હતી અને મુંબઈ પોલીસને હવાલે કરી દીધો હતો.
આ પણ વાંચો:સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો, બાળક સહીત ત્રણ લોકોના મોત…
ગુજરાત સહિત, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યની જેલમાં બંટીને રાખવામાં આવ્યો હતો. જેમાં બંટી નાથ સંપ્રદાયના મહંત દંડીનાથ મહારાજના સંપર્કમાં આવ્યો અને પછી તેમાં જોડાઈને પ્રકાશાનંદ ગિરિ તરીકે ઓળખાવા લાગ્યો હતો. ત્યારબાદ જેલમાંથી નીકળીને તેને સાધુનો વેશ ધારણ કર્યો હતો. બંટી પાંડે 1993ના મુંબઈના બોમ્બ બ્લાસ્ટ પછી છોટા રાજન ગેંગમાં જોડાયો હતો. છોટા રાજન માટે બંટી પાંડેએ ખંડણી ઉઘરાવવાનું કામ શરૂ કર્યું હતું.
બંટી પાંડેની ધરપકડ માટે 10 વર્ષ પહેલા સીઈઆડી ક્રાઈમ વોરંટ જાહેર કર્યું હતું. આ વોરંટના આધારે તેને સુરતની લાજપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાંથી સીઆઈડી ક્રાઈમે તેની ધરપકડ કરીને ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થઈ શકે છે.