સુરત

સુરત એરપોર્ટ ગાંજા કેસમાં નવો ખુલાસો, પોલીસ રિમાન્ડમાં આરોપીએ ઉકેલ્યું ગાંજાનું રાજ

સુરતઃ સુરત એરપોર્ટ પરથી પણ હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી ઝડપાઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. થાઈલેન્ડ-બેંગકોકથી સુરત એરપોર્ટ પર રૂપિયા 1.41 કરોડથી વધુ કિંમતના 4.03 કિલો હાઈબ્રીડ ગાંજા સાથે પકડાયેલા મુંબઈના આરોપી જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરતા, તેની ટ્રોલી બેગના ગુપ્ત ખાનામાંથી રૂપિયા 1.69 કરોડની કિંમતનો વધુ 4.85 કિલો હાઈડ્રોવીડ ગાંજો મળી આવ્યો હતો. આ સાથે કુલ જપ્ત થયેલા ગાંજાનો જથ્થો 8.88 કિલો અને તેની કુલ બજાર કિંમત રૂપિયા 3.11 કરોડને પાર પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

17 નવેમ્બરે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આવ્યું

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ, ડુમસ પોલીસ, એર ઈન્ટેલિજન્સ યુનિટ (કસ્ટમ) અને સીઆઈએસએફ દ્વારા 17 નવેમ્બરે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન, બેંગકોકથી ફ્લાઈટમાં સુરત એરપોર્ટ પર આવેલા મુંબઈના જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ચેક-ઈન લગેજ ટ્રોલી બેગમાંથી પ્રતિબંધિત ‘હાઈડ્રો વીડ’ (હાઈડ્રોપોનિક કેનાબીસ/હાઈબ્રીડ ગાંજો) મળી આવ્યો હતો, જેનું નેટ વજન 4035.97 ગ્રામ હતું. તેની બજાર કિંમત રૂપિયા 1,41,25,895 આંકવામાં આવી હતી.

આરોપીને લાજપોર મધ્યસ્થ જેલમાં મોકવવામાં આવ્યો

પોલાસે આ મુદ્દામાલ જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી જાફરખાનના પ્રથમ 3 દિવસના રિમાન્ડ મેળવી ઝીણવટભરી પૂછપરછ કર્યા બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે, આરોપી પાસે હજી પણ ગાંજો હોવાની શંકા ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચે નામદાર કોર્ટ સમક્ષ આરોપીના વધુ રિમાન્ડની માગણી કરી હતી, જેને કોર્ટે જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલાના વધુ 3 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કોર્ટના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાજપોર જેલ ખાતેથી આરોપી જાફરખાનનો કબજો મેળવી તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે, હાઈબ્રીડ ગાંજાનો વધારાનો જથ્થો તેણે તેની ટ્રોલી બેગના ઉપર અને નીચેના પડમાં ગુપ્ત રીતે છુપાવ્યો હતો. આ ગાંજો જપ્ત કરીને સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button