સુરત

Surat પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો, કારચાલક પાસેથી પિસ્તોલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

સુરત : સુરત(Surat)પોલીસે પૂરપાર ઝડપે જઇ રહેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને કારચાલક પાસેથી દારૂની બોટલ અને પિસ્તોલ કબજે કરી છે. જેમાં વ્યક્તિ પાસેથી  પકડાયેલી પિસ્તોલ ઉત્તર પ્રદેશમાંથી લાયસન્સ મેળવેલી છે. જો કે વ્યક્તિ તે પરમીશન વિના સુરત લઈને આવ્યો હતો. આ ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ રવિ રાજેન્દ્ર શર્મા છે. રવિ યુપીનો રહેવાસી છે અને સુરતમાં વેપાર કરે છે.

ફિલ્મી ઢબે  પીછો કરીને તેને પકડી લીધો

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કાળા રંગની કાર સાથે નશામાં ધૂત એક શખ્સની ધરપકડ કરી હતી. પહેલા તો તે પોલીસની નજર ચૂકવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ પોલીસને શંકા જતાં પોલીસે કારનો ફિલ્મી ઢબે  પીછો કરીને તેને પકડી લીધો હતો. ઉધના પોલીસ સ્ટેશને વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ન રોકાતા પોલીસે કારનો પીછો કરી ટ્રાફિક સિગ્નલ પરથી પકડી પાડ્યો હતો.

આપણ વાંચો: સુરત પોલીસે ચાર સાયબર ક્રિમીનલ્સની ધરપકડ કરી, દેશભરમાં 200 FIR નોંધાયેલી છે

પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું

આ સમગ્ર ઘટના અંગે સુરત પોલીસના DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું છે કે ગુરુવારે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સાંજના સમયે એક કાળા કલરની કાર ત્યાંથી પસાર થતાં પોલીસને શંકા જતાં વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ  કારચાલક રોકાયો ન હતો. આ પછી પોલીસે તેનો પીછો કર્યો હતો

ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો

કારને પકડ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી તો કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ તપાસ દરમિયાન પોલીસને દારૂની બોટલ સાથે પિસ્તોલ પણ મળી આવી હતી. ત્યારપછી પોલીસે રવિ પાસેથી લાયસન્સ માંગ્યું તો તેમને ખબર પડી કે પિસ્તોલનું લાઇસન્સ ઉત્તર પ્રદેશનું જ છે. તે તેને અન્ય કોઈ રાજ્યમાં લઈ જઈ શકતો નથી. પોલીસે તેની સામે બે કેસ નોંધ્યા છે. જેમાં એક ગેરકાયદે હથિયાર રાખવાનો અને બીજો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button