સુરતમાં કપડાંના વેપારીની ઘાતકી હત્યા, લિંબાયત વિસ્તારમાં ફફડાટ | મુંબઈ સમાચાર

સુરતમાં કપડાંના વેપારીની ઘાતકી હત્યા, લિંબાયત વિસ્તારમાં ફફડાટ

સુરતઃ સુરત શહેરમાં એક હત્યાની ચોંકાવનારી ઘટના બની છે. સુરતના લિંબાયત વિસ્તારમાં કપડાંના એક વેપારીની કરપીણ હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શુક્રવારે મોડી રાત્રે આલોક અગ્રવાલ નામના વેપારી પર ત્રણ અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વેપારીની હત્યા થતાં આ વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. હત્યાની સમગ્ર ઘટના અંગે અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આપણ વાંચો: અમરેલીઃ વડિયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં પતિ-પત્નીની કરપીણ હત્યાથી ચકચાર…

45 વર્ષીય આલોક અગ્રવાલ મોડી રાત્રે થઈ હત્યા

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા આલોક અગ્રવાલ કપડાં માર્કેટમાં કામ કરે છે. 45 વર્ષીય આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશનની સામે જ આવેલા વાટિકા ટાઉનશિપમાં રહે છે.

શુક્રવારે તેઓ મોટી રાત્રે લગભગ 2:45 વાગ્યાની આસપાસ ડુંભાલ ફાયર સ્ટેશન પાસે ફરી રહ્યાં હતા આ દરમિયાન ત્રણ લોકો આવ્યા અને છરી વડે હુમલો કરી દીધો હતો. આરોપીઓએ આલોક પર હુમલો કરીને 50 વખત છરીના ઘા માર્યાં હતાં. જાનલેવા હુમલો થયા આલોક અગ્રવાલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં પરંતુ જીવ બચી શક્યો નહીં.

આપણ વાંચો: મીરા રોડમાં ગળું ચીરી બાર સિંગરની કરપીણ હત્યા: લિવ-ઈન પાર્ટનર ફરાર

કેમ ગુનેગારોમાં કાયદો અને વ્યવસ્થાનો ડર નથી?

ચોંકાવનારી વાત એ છે કે, ગુનેગારોમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ નથી. કારણ કે, હત્યા કર્યાં બાદ આરોપી છરી બતાવી બતાવતા બતાવતા જઈ રહ્યાં હતા. ગંભીર રીતે ઘાયલ આલોકને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ પરના ડૉકટરોએ ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કર્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જ્યારે આ મામલે તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આપણ વાંચો: સૈરાટઃ પ્રેમસંબંધનો વિરોધ કરતા પરિવારે દીકરીના પ્રેમીની કરી કરપીણ હત્યા

આલોક અગ્રવાલની હત્યા મામલે પોલીસે શું કહ્યું?

આ સમગ્ર કેસમાં પોલીસે જણાવ્યું કે, હત્યા કેસમાં મૃતક આલોકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ હત્યા કોણે કરી? હત્યા પાછળ કોણ જવાબદાર છે? શા કારણે આલોક અગ્રવાલની હત્યા કરવામાં આવી? તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

અત્યારે તો માત્ર ત્રણ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે એવું પણ જણાવ્યું કે, મૃતક વ્યક્તિ સામે પર લિંબાયત પોલીસ સ્ટેશનમાં જુગાર રમવાનો કેસ દાખલ થયેલો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button