સુરત BRTS અને સિટી બસમાં રોજના 50 હજાર મુસાફરો ઘટ્યા, જાણો શું છે કારણ…

સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બીઆરટીએસ અને સિટી બસ સેવાઓ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ છે. કારણ કે, એક દિવસમાં 50 હજાર જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. સુરત શહેરના માર્ગો, ટ્રાફિક અને ઠેર-ઠેર ખાડીની પડેલા હોવાના કારણે લોકો બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ બીઆરટીએસ અને સિટી બસ નિર્ધારિત સમય કરતા પણ 30થી 40 મિનિટ લેટ થતી હોવાના કારણે પણ લોકો આ સેવાથી નારાજ છે. જેના કારણે મુસાફરીમાં પ્રતિદિન ઘટાડો નોંધાઈ રહ્યો છે.
બસની સમયમર્યાદા ખોરવાતા શહેરીજનો પરેશાન
સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં મેટ્રો અને બ્રિજની કામગીરી ચાલી રહી છે. જેના કારણે આ માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાતો હોય છે. ભારે ટ્રાફિક, રસ્તા પર ખાડા, વરસાદ અને અન્ય કેટલાક કારણોસર બસની સેવા પર અસર થઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં નવા ટ્રાફિક સિગ્નલ પણ લગાવવામાં આવ્યા છે. ખાસ કારણ તે બસની સમયમર્યાદા છે. જેના કારણે શહેરીજનો ખૂબ જ પરેશાન થઈ રહ્યાં છે. જો કે, તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન રાખવામાં નહીં આવે તો, આવકમાં વધારે નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો : વડા પ્રધાન મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસેઃ Suratમાં સિટી-BRTS બસના 22 રૂટ રદ
રોજના 50 હજાર જેટલા મુસાફરોનો ઘટાડો આવ્યો
બસ સેવા સમયસર ના આવતી હોવાના કારણે લોકોને નિર્ધારિત સ્થાને પહોંચવામાં મોડું થતું હોવાથી મુસાફરોની મુશ્કેલી વધી રહી છે. સુરતમાં જે લોકો નોકરી અને ધંધો કરી રહ્યાં છે તેમને સમયસર નોકરીએ પહોંચવાનું હોય છે. જેથી લોકો હવે બસ સેવાને બદલે અન્ય વિકલ્પો શોધવા માટે મજબૂર બન્યા છે. રોજ 50 હજાર જેટલા મુસાફરોનો ઘટાડો આવ્યો હોવાથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો : “હું ધારાસભ્યનો દીકરો છું” BRTSના કંડકટર સામે રોફ જમાવતો વિડીયો વાયરલ