સુરતના સાંસદના ભૂતપૂર્વ પીએએ કાકા સસરાના ન્યૂડ ફોટા પડાવી માંગ્યા 10 કરોડ ને…

સુરતઃ સુરતમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સંબંધને શર્મસાર કર્યો છે. સુરતમાં એક જમાઈએ પોતાના સગા કાકા-સસરાને બ્લેકમેઈલ કરીને કરોડો રૂપિયા માંગ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરાને ભત્રીજીના જમાઈ સહિત ત્રણ લોકોએ કોઈ મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં પરંતુ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમાકીઓ આપીને પહેલા 5 લાખ રૂપિયા પડાવી લીધા હતાં ત્યાર બાદ પણ આરોપીઓની માંગણીઓ વધવા લાગી હતી. આ સમગ્ર કેમમાં પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.
આપણ વાચો: સુરત ફરી થયું શર્મસાર: વિદ્યાર્થિનીની છેડતી કરનારો નરાધમ શિક્ષક પકડાયો
મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર સહિત ત્રણની ધરપકડ
અડાજણ પોલીસે ફરિયાદના આધારે તુરંત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર અને તેના અન્ય બે સાથીદાર પ્રશાંત પટેલ અને સ્મિતની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આરોપી જય ડાંગર સાંસદ મુકેશ દલાલનો પીએ પણ રહી ચુકેલો છે. આરોપીઓએ ધમકી આપીને પહેલા 5 લાખ રૂપિયા પડાવ્યાં અને ત્યાર બાદ વધારે 10 કરોડ રૂપિયા જેટલી રકમની માંગણી કરી હતી.
ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી કરોડો માંગ્યા
મહત્વની વાત એ છે કે આ ફરિયાદ એક મહિલા દ્વારા કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓએ જે મહિલા સાથેના ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી હતી, તે જ મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં આરોપી જય ડાંગર અને તેના બે સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરીને ત્રણેયની ધરપકડ કરી લીધી હતી. અત્યારે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
આપણ વાચો: 5 વર્ષથી દુષ્કર્મ, ન્યૂડ ફોટાથી બ્લેકમેલ: સગીરા પર પિતરાઈ ભાઈનું ઘૃણાસ્પદ કૃત્ય
કોરા કાગળો પર સહી કરાવીને અંગૂઠાના નિશાન કરાવેલા
ભત્રીજીના જમાઈ જય અને તેના સાગરીતોએ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા કાકા સસરા વરજાંગભાઈ પાસેથી પૈસા પડાવવા કાવતરું રચ્યું હતું, પરંતુ તે મહિલાએ સમગ્ર મામલાનો પર્દાફાશ કરી દીધો છે.
મળતી જાણકારી પ્રમાણે આરોપીઓએ વરજાંઘભાઈ અને મહિલા પાસેથી બળજબરીથી કોરા કાગળો પર સહી કરાવીને અંગૂઠાના નિશાન પણ કરાવી લીધા હતાં. પરંતુ મામલો હવે ખૂબ જ આગળ વધી ગયો હોવાથી આ લોકો માનસિક ત્રાસથી કંટાળી ગયા અને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર કાંડમાં મુખ્ય આરોપી જય ડાંગર હોવાનું પ્રકાશમાં આવ્યું છે, જેથી પોલીસ દ્વારા આરોપીઓની વધારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેથી જાણી શકાય કે આરોપીઓએ અન્ય કોઈ સાથે આવું કર્યું છે કે કેમ અત્યારે તો પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.



