સુરત

સુરતમાં માતાના આકરા શબ્દો સાંભળી 17 વર્ષીય દીકરીએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, માંડ માંડ સમજાવી રેસ્ક્યુ કરી

સુરતઃ રવિવારની રજાની સવાર સુરતના અલથાણ વિસ્તાર માટે કોઈ થ્રિલર ફિલ્મના ક્લાયમેક્સ જેવી સાબિત થઈ હતી. અહીં ‘સ્વિમ પેલેસ’ નામની બિલ્ડિંગના દસમા માળે એક 17 વર્ષીય કિશોરી જીવન ટૂંકાવવા માટે ચઢી ગઈ હતી. કિશોરી બિલ્ડિંગના પેન્ટહાઉસની પાળી પર ઊભી રહીને સતત કૂદવાની ધમકી આપી રહી હતી, જેને જોઈને નીચે ઊભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

મૂળ અયોધ્યાની રહેવાસી આ કિશોરી બિલ્ડિંગમાં એક ડોક્ટરના ઘરે ઘરકામ કરતી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે તેની માતા સાથે કોઈ બાબતે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન માતાએ ગુસ્સામાં આવીને કહી દીધું હતું કે, “તું મરી જાય તો સારું.

આપણ વાચો: અમે જીવનથી થાકી ગયા છેઃ હેલ્પલાઈન નંબર પર રોજ કેટલાય કરે છે મરવાની વાતો

” માતાના આકરા શબ્દો કિશોરીના દિલ પર સીધા વાગ્યા હતા અને અત્યંત ભાવુક થઈને તેણે આ અંતિમ પગલું ભરવાનું નક્કી કરી લીધું હતું. કલાકો સુધી તે બિલ્ડિંગની પાળી પર ઊભી રહીને પોતાની વેદના વ્યક્ત કરતી રહી હતી.

જ્યારે ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુની તૈયારી કરી રહી હતી ત્યારે બિલ્ડિંગના રહેવાસીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બિલ્ડિંગના વડીલો અને મહિલાઓ તેને નીચે આવવા માટે કાલાવાલા કરી રહ્યા હતા. એક વડીલે તેને વહાલથી સમજાવતા કહ્યું હતું કે બેટા, તું બહુ ડાહી છે, મારી વાત માનીને નીચે આવી જા.

આપણ વાચો: ગંગામાં ડૂબકી લગાવીને જિંદગી ટૂંકાવવાનો હતો આ સિંગર.. આ રીતે બચ્યો જીવ

એટલું જ નહીં, તેના મકાનમાલિકે પણ ભાવુક થઈને જાહેરાત કરી હતી કે જો તે નીચે આવશે તો તેની લગ્નની તમામ જવાબદારી તેઓ પોતે ઉપાડશે.

દરમિયાન ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનની ટીમો હાઈડ્રોલિક લિફ્ટ અને સેફ્ટી નેટ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર કીર્તિ મોઢ અને તેમની ટીમે જોયું કે કિશોરી હાઈડ્રોલિક લિફ્ટ જોઈને વધુ ઉશ્કેરાઈ રહી છે, તેથી તેમણે વ્યૂહરચના બદલી હતી.

એક તરફ ટીમ તેને વાતોમાં પરોવી રાખી હતી, જ્યારે બીજી તરફ હાઈડ્રોલિક ઓપરેટરે પાછળથી દોરડાની મદદથી અત્યંત ચપળતાપૂર્વક કિશોરીને પકડી લીધી હતી. આશરે એક કલાક સુધી ચાલેલા આ ઓપરેશન બાદ કિશોરીને સુરક્ષિત નીચે લાવવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button