સુમુલ ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય: પ્રતિ કિલો ફેટ રૂ. ૧૨૦ બોનસ ચૂકવાશે

સુરત: ઉનાળાની ઋતુમાં સુમુલ ડેરીએ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ખુશીના સમાચાર આપ્યા છે. સુમુલ ડેરી દ્વારા દૂધના પ્રતિ કિલોગ્રામ ફેટ પર રૂ. ૧૨૦ બોનસ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર સુમુલ ડેરીના ડિરેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવાના પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આપણ વાંચો: ગુજરાતમાં સુરતની Sumul ડેરીએ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો
એ નોંધનીય છે કે આ બોનસનો લાભ સુરત અને તાપી જિલ્લાના અંદાજે અઢી લાખથી વધુ પશુપાલકોને મળશે. ડેરી દ્વારા ભાવફેર અને બોનસ પેટે કુલ ૪૦૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલોગ્રામ ફેટ પર રૂ. ૧૧૫ બોનસ આપવામાં આવતું હતું, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરી સાથે સુરત અને તાપી જિલ્લાની 1200 જેટલી મંડળીઓ અને 2.50 લાખથી વધુ પશુપાલકો જોડાયેલા છે.