સુરતની યશકલગીમાં વધારોઃ દેશનું સૌથી પહેલું સોલાર સંચાલિત બસ સ્ટેન્ડ તૈયાર, ઊર્જાની થશે બચત

સુરતઃ સુરત શહેરનો અત્યારે દરેક દિશામાં વિકાસ થઈ રહ્યો છે. સુરતના વિકાસમાં હવે એક નવી નજરાણું ઉમેરાયું છે. સુરતના અલથાણમાં સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 1.60 કરોડના ખર્ચે બનેલ સ્માર્ટ બસ ડેપો તૈયાર થઈ ગયું છે. આ ભારતનું પહેલું સોલાર પ્લાન્ટ સાથેનું સ્માર્ટ બસ ડેપો હશે. 100 કિલો વોટની ક્ષમતા હોય તેવું રૂફપોટ સોલર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ બસ ડેપો લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે. સુવિધાની વાત કરવામાં આવે તો આ ડેપોમાં હાઈસ્પીડ Wi-Fi, ચાર્જિંગ અને લાઈટિંગની ખાસ સુવિધાઓ સજ્જ કરવામાં આવશે. અલથાણ ખાતે હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યું છે.
વાર્ષિક 1 લાખ વીજ યુનિટ વીજઉત્પાદન કરવામાં આવશે
સૌથી મહત્વની વાત એ છે કે, આ બસ ડેપોમાં વાર્ષિક 1 લાખ વીજ યુનિટ વીજઉત્પાદન કરવામાં આવશે. જેના કારણે વાર્ષિક આશરે રૂપિયા 6.56 લાખની વીજળની બચત થવાની છે. આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, સુરત મહાનગરપાલિકાએ જર્મન સંસ્થા GIZ (Deutsche Gesellschaft für Internationale Zusammenarbeit) સાથે મળીને આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટના કારણે સુરતની ભારતભરના અન્ય ડેપો માટે પ્રેરણારૂપ છે. સારી વાત એ છે કે, આ ગ્રીન ટેક્નોલોજી માત્ર સુરત માટે નહીં પરંતુ શહેરમાં થતા વાહન પરિવહન ટકાઉ વિકલ્પ પણ સાબિત થવાનો છે.
સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ ચાર્જિગની સુવિધા ઉપલ્બ્ધ રહેશે
બસ ડેમાં સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ હોવાથી બસો માટે સતત ચાર્જિગની સુવિધા રહેવાની છે. આ સાથે અહીં આવતા મુસાફરોને પણ ખાસ સુવિધાઓ મળવાની છે. કારણ કે, આ સ્માર્ટ બસ ડેપો Wi-Fi, મોબાઇલ ચાર્જિંગ, LED લાઇટ્સ, પંખા અને CCTV જેવી સુવિધાઓ સાથે સજ્જ છે. આ સ્માર્ટ બસ ડેમાં રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે.