સુરતમાં સિક્યોરિટી ગાર્ડે મહિલા અને તેની દીકરીને નિર્દયતાથી માર માર્યો, વીડિયો જાહેર થતા હોબાળો

સુરત: શહેરમાં મહિલાઓ પર હુમલાનો એક આઘાતજનક વિડીયો પ્રકાશમાં આવ્યો છે. વિડીયોમાં એક સિક્યુરિટી ગાર્ડ અને તેની સાથેનો બીજો એક શખ્સ બે મહિલાઓ સાથે ર્દયતાથી મારપીટ કરતા જોવા મળે છે. અહેવાલ મુજબ આ વિડીયો કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ બજારનો છે, જ્યાં મા-દીકરી સાથે મારપીટ કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ આ ઘટના 6 એપ્રિલનના રોજ બની હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે બે પુરુષો મહિલાને લાકડીથી મારી રહ્યા છે અને તેની દીકરીને વાળ પકડીને ખેંચી રહ્યા છે.
અહેવાલ મુજબ મા અને દીકરી પર શાકભાજી ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી, જાહેરમાં ઝઘડો થયો, ત્યાર બાદ મારપીટ કરવામાં આવી. આ ઘટનાનો વિડીયો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયો વાયરલ થયા બાદ, સુરતની પુના પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આરોપીઓની ઓળખ કરી અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા દ્વારા ધાક જમાવતા 300 નબીરાના એકાઉન્ટ પોલીસે ડિલિટ કરાવ્યા
હાલ બંને વિરુદ્ધ IPCની કલમ 115(2), 352, 351 (3), 54 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સિક્યોરિટી ગાર્ડ પર હુમલો:
આ ઘટના પહેલાના બે વધુ વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે મહિલા અને તેની દીકરીએ ગાર્ડ પર હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે માતા અને દીકરીએ શાકભાજી ચોરી કરી હતી. જ્યારે સુરક્ષા ગાર્ડે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ પથ્થરમારો શરૂ કરી દીધો. જે બાદ સુરક્ષા ગાર્ડને માથામાં ગંભીર ઈજા થઈ હતી. સિક્યોરિટી ગાર્ડના હાથમાં ઈજા થઈ. આ પછી સિક્યોરિટી ગાર્ડે હુમલો કર્યો