આકરી ગરમીમાં દક્ષિણ ગુજરાતમાં વીજળીના ધાંધિયાઃ નાગરિકો પરેશાન

સુરત: ગુજરાતમાં એક તરફ આકરી ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વીજળી ડૂલ થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલ વીજ પુરવઠો શરૂ કરવા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા યુદ્ધનાં ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વીજ પુરવઠો ખોરવાયો
પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેના કારણે દક્ષિણ ગુજરાતનાં લોકોને આકરી ગરમીનાં શેકાવાનો વારો આવ્યો હતો. સુરત શહેરમાં વીજ પૂરવઠો ખોરવાતા અનેક કારખાનાઓમાં કામકાજ બંધ કરવું પડ્યું હતું.
આપણ વાંચો: અમેરિકામાં આફતઃ ભારે વરસાદના કારણે દક્ષિણ કેલિફોર્નિયામાં ભૂસ્ખલનની આશંકા
મળી રહેલી વિગતો અનુસાર 400 કેવી આસોજ-કોસંબા લાઇન ટ્રાઇપ થઈ ગઈ હતી, તેથી ઓછા વોલ્ટેજનો પ્રશ્ન ઉભો થયો હતો. ડીજીવીસીએલની માંગ 5200 મેગાવોટથી ઘટીને 700 મેગાવોટ થઈ ગઈ હતી અને હાલમાં ડીજીવીસીએલનો ભાર 700 થી વધીને 1040 મેગાવોટ થયો છે જે હજુ પણ સ્થિર નથી. વીજળીનાં ખોરવાયેલા જથ્થાને પુનઃસ્થાપિત કરવા માટે ડીજીવીસીએલ દ્વારા યુદ્ધનાં ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 400 kV આસોજ લાઇન ટ્રાઇપ થવાને કારણે ગ્રીડમાં મોટી ખલેલ પહોંચી હતી.