
સુરતઃ બિહારમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને જેડીયુ (જનતા દળ – યુનાઈટેડ)એ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. ગુજરાત પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સંસદમાં કોંગ્રેસ પોતાના યુવા સાંસદોને બોલવાની તક આપતું નથી. લગભગ તેમની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. અગાઉ પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમ લીગ બની ગઈ છે. પાર્ટીમાં વિભાજનની શક્યતા પણ વ્યક્ત કરી હતી, ત્યારે તેમણે પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક કલહ મુદ્દે પણ નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસ પાર્ટીમાં ખરેખર આંતરિક કલહ ચાલુ છે?
પીએમ નરેન્દ્ર મોદીએ આ પહેલા એવું કહ્યું હતું કે, કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ બની ગઈ છે. તે ભાષણ દરમિયાન વિભાજન અંગે મોદીએ ચિંતા પણ વ્યક્ત કરી હતી. જ્યારે હવે કોંગ્રેસ પાર્ટીમાં ચાલતા આંતરિક કલેશ મામલે પણ નિશાન સાધ્યું છે. ડિસેમ્બરમાં સંસદનું શિળાયું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે પીએમ મોદીએ કોંગ્રેસના યુવા સાંસદોને પાર્ટી બોલવાનો સમય નથી આપતા તેના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ વાત ખૂદ કોંગ્રેસના અનેક યુવા સાંસદોએ જણાવી હાવોનો દાવો પણ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : પીએમ મોદીએ ભાજપ કાર્યાલય ખાતે ગમછો લહેરાવી ઝીલ્યું અભિવાદન, જાણો તેની પાછળનો સંદેશ…
કોંગ્રેસના યુવા સાંસદો અંગે શું બોલ્યા પીએમ મોદી?
પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસ અને ઇન્ડિ. ગઠબંધનના યુવા સાંસદો જ્યારે મને મળે છે ત્યારે કહે છે કે અમે શું કરી શકીએ? અમારૂં ભવિષ્ય ખતમ થઈ રહ્યું છે. અમને સંસદમાં બોલવા માટે સમય જ નથી આપતા. દરેક વખતે એવું જ કહેવાય છે કે, સંસદને તાળું મારી દો’. કોંગ્રેસના યુવા સાંસદોને લઈને પીએમ મોદીએ જાહેરમાં આ વાત જણાવી હતી. જેથી અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચો : બિહાર ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા, એક્સ પર શેર કરી આવી પોસ્ટ…
સાંસદો પોતાના ક્ષેત્રમાં જવાબ નથી આપી શકતા
પીએમ મોદીનું કહેલું છે કે, કોંગ્રેસના યુવા સાંસદો પોતાના ક્ષેત્રમાં જઈને જવાબ નથી આપી શકતા. જો તેઓ પોતાના ક્ષેત્રાના વિષયો મુદ્દે સંસદમાં બોલી જ નથી શકતા તો પછી કેવી રીતે તેમને ફરીવાર લોકો મત આપશે. તેવામાં અમારી (ભાજપ) જવાબદારીઓ વધી જાય છે. કેરળના સીપીઆઈ (એમ) રાજ્યસભાના સભ્ય જોન બ્રિટાસે પણ સંસદની અંદરની પરિસ્થિતિનો ખુલાસો કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમને સંસદમાં ખલેલ પહોંચાડવાનું કહ્યું અને બોલતા પણ અટકાવ્યાં હતાં. અનેક સાંસદોએ આ વાતનો સ્વીકાર કર્યો છે, પરંતુ સામે રાહુલ ગાંધીએ આ વાતને નકારી કાઢી હતી.
આ પણ વાંચો : પીએમ મોદીએ સુરતમાં અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું, 9700 કરોડની વિકાસ કાર્યોની ભેટ આપશે
કોંગ્રેસ સહિત વિપક્ષે માત્ર વિરોધ જ કર્યો હતો
સંસદનું છેલ્લું સત્ર માત્ર હોબાળામાં જ ચાલ્યું હતું. બિહારમાં એસઆઈઆર પ્રક્રિયાનો વિરોધ કરતા વિપક્ષી પાર્ટી નિરંતર ચોમાસું સત્રમાં હોબાળો મચાવ્યો હતો. આખા સત્રમાં માત્ર વિરોધ જ કરવામાં આવ્યો હતો. જો કે, હવે 12 રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બિહારમાં પણ ચૂંટણી પૂર્ણ થઈ અને એનડીએ જીત મેળવી લીધી છે ત્યારે હવે પીએમ મોદી સહિત દરેક નેતાઓ પણ કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.



