સુરત બુલેટ ટ્રેનની સાઈટની ભારત અને જાપાનના પ્રધાને અચાનક લીધી મુલાકાત, જાણો શું કહ્યું? | મુંબઈ સમાચાર
સુરત

સુરત બુલેટ ટ્રેનની સાઈટની ભારત અને જાપાનના પ્રધાને અચાનક લીધી મુલાકાત, જાણો શું કહ્યું?

મુંબઈ/સુરતઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જ્યારે તેનું સુપરવિઝન પણ સરકાર અને રેલવે પ્રધાન ખૂદ કરી રહ્યા છે, ત્યારે પ્રસ્તાવિત પ્રોજેક્ટના સુરત બુલેટ ટ્રેનના સ્ટેશનની અચાનક મુલાકાતે રેલવે પ્રધાન અને જાપાનના પ્રધાન પહોંચ્યા ત્યારે તેનું લોકોમાં કૌતુક જાગ્યું હતું. મુંબઈ-અમદાવાદ પહેલા સુરત-બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની કવાયત હાથ ધરવામાં આવશે, તેથી પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે સૌથી મહત્ત્વના સ્ટેશનની મુલાકાત લઈને બંને પ્રધાનોએ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

જાપાનના પરિવહન અને પર્યટન ખાતાના પ્રધાન હિરોમાસા નાકાનો સુરત એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પરંપરાગત ગરબા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ભારતના રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને જાપાનના પ્રધાન હિરોમાસા નાકાનોએ સુરત હાઈ-સ્પીડ રેલ પરિયોજના સ્થળની મુલાકાત પણ કરી હતી.

પ્રોજેક્ટ સાઇટના મહત્વની વિભાગની સમીક્ષા

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ હિરોમાસા નાકાનોને આ સાઈટ પર પ્રોજેક્ટ જોવા માટે લઈ ગયાં હતાં. ગુજરાત પણ હવે જાપાન જેવી ગતિએ પ્રગતિ કરી રહ્યું છે તેમાં કોઈ બેમત નથી. આ બંને પ્રધાનોએ પ્રોજેક્ટ સાઇટના મહત્વની વિભાગની સમીક્ષા કરી હતી.

અશ્વિની વૈષ્ણવ અને મહામહિમ હિરોમાસા નાકાનોએ ખાસ કરીને ટ્રેક સ્લેબ નાખવાની કાર અને ટ્રેક સ્લેબ એડજસ્ટમેન્ટ ફેસિલિટીની ખાસ સમીક્ષા કરી હતી. એટલું જ નહીં પરંતુ જાપાનના પ્રધાન હિરોમાસા નાકાનોએ આ પ્રોજેક્ટના વખાણ પણ કર્યાં હતાં.

https://twitter.com/AshwiniVaishnaw/status/1974062871706546453

સુરતમાં બની રહ્યું છે બુલેટ ટ્રેન સ્ટેશન

વધારે વિગતે વાત કરવામાં આવે તો સુરતમાં ટૂંક સમયમાં એક નવું બુલેટ ટ્રેન સ્ટેશન બનવા જઈ રહ્યું છે. મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને ડિઝાઇન કરવામાં આવ્યો છે. સ્ટેશનનો આંતરિક ભાગ શાંત અને આકર્ષક હશે, જેમાં સ્કાયલાઇટ્સ અને ખુલ્લા વેન્ટિલેશન કુદરતી પ્રકાશ અને તાજગી પ્રદાન કરશે, જે મુસાફરોને સુખદ અનુભવ કરાવશે.

આ પ્રોજેક્ટની મુલાકાત લેવા માટે અશ્વિની વૈષ્ણવ સાથે જાપાનના પ્રધાન મહામહિમ હિરોમાસા નાકાનો પણ આવ્યાં હતાં. આ મુલાકાત ભારતના પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટને આગળ વધારવામાં ભારત અને જાપાન વચ્ચેના મજબૂત સહયોગ રૂપે જોવામાં આવી રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button