દુષ્કર્મના આરોપી જૈન મુનિને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી, પીડિતાને 8 વર્ષે મળ્યો ન્યાય

સુરતઃ સુરતમાં 2017 માં દુષ્કર્મનો કેસ નોંધાયો હતો, આ કેસમાં સુરતના જૈન મુનિ દોષિત સાબિત થયા હતા. સુરત કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો અને દુષ્કર્મના આરોપી જૈન મુનિ શાંતિ સાગર મહારાજને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ કેસનો આરોપી શાંતિ સાગર મહારાજ સજનલાલ શર્મા નામે પણ ઓળખાય છે. કોર્ટે દુષ્કર્મના કેસમાં 10 વર્ષની સજા સંભળાવીને પીડિતાને ન્યાય અપાવ્યો છે.
ધાર્મિક વિધિ માટે આવેલી યુવતી પર જૈન મુનિએ આચર્યું હતું દુષ્કર્મ
ઘટનાની વાત કરવામાં આવે તો, આ બનાવ નાનપુરાના ટીમલીયાવડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બનેલો હતો. 49 વર્ષીય આ આરોપી જૈન મુનિ શાંતિ સાગર મહારાજે એક શ્રાવિકા સાથે દુષ્કર્મ આચર્યું હતું. શ્રાવિકા યુવતી તેના પરિવાર સાથે 2017માં ધાર્મિક વિધિ કરવા માટે સુરત આવી હતી. આ દરમિયાન જૈન મુનિ શાંતિ સાગર મહારાજે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, આરોપી સામે પોલીસે દુષ્કર્મના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આજે 8 વર્ષ બાદ પીડિતાને ન્યાય મળ્યો છે અને આોપીને 10 વર્ષની સજા કરવામાં આવી છે.
આ પણ વાંચો: દુષ્કર્મ કેસમાં સુરતના જૈન મુનિ શાંતિસાગર દોષિત: સજા પર આજે ફેંસલો
દુષ્કર્મના આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ!
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. આવા આરોપીઓ સામે કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જરૂરી છે. ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કોઈની સાથે દુષ્કર્મ આચરણ કરતા પહેલા વિચાર કરે! સારી વાત એ પણ છે કે, ગુજરાત પોલીસ આવા આરોપીઓ સામે સત્વરે કાર્યવાહી પણ કરે છે. આ સાથે ગુજરાત સરકાર પણ આવા કેસોનો ફાસ્ટેક કોર્ટમાં ચલાવીને પીડિતાને ન્યાય અપાવે છે. આ કેસની વાત કરવામાં આવે તો, પીડિયાને 8 વર્ષે ન્યાય મળ્યો છે. આરોપી જૈન મુનિ શાંતિ સાગર મહારાજને શુક્રવારે જ દોષિત જાહેર કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૈન મુનિ શાંતિ સાગર આ દુષ્કર્મના કેસમાં છેલ્લા 8 વર્ષથી જેલમાં છે, એટલે હવે તેઓ વધુ 2 વર્ષ જેલવાસ ભોગવવો પડશે.