ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધનઃ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

સુરતઃ ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું આજે શનિવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર સામે લડી રહ્યા હતા અને આજે તેઓનું સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના નજીકના અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.
ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ ઘણા સમયથી બીમાર હતા આ દરમિયાન વધુ તબિયત લથડતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા છેલ્લા ત્રણ દિવસથી તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનઃ સુરતમાં બેઠક યોજી હર્ષ સંઘવીએ આપ્યા સૂચનો
આ દરમિયાન આજે રમેશભાઈ સંઘવીનું અવસાન થયું છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન થતા નજીકના અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.
રમેશભાઈ સંઘવીની અંતિમયાત્રા આજે સાંજે 4 વાગે તેઓના નિવાસ સ્થાનેથી નીકળી અંતિમ સંસ્કાર માટે ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે.