સુરત

ગુજરાતના સુરતમાં શરુ કરાયું રાજ્યનું પ્રથમ ગોલ્ડ એટીએમ, જાણો વિશેષતા

અમદાવાદ : દેશમાં લોકો સામાન્ય રીતે સોનાના સિક્કાની ખરીદી જવેલર્સની દુકાન અથવા તો બેંકમાંથી કરતા હોય છે. તેવા સમયે હવે ગુજરાતના સુરતમાં સોના ચાંદીના સિક્કાની ખરીદી માટે નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં સુરતમાં એક ખાનગી જવેલર્સ દ્વારા ગોલ્ડ એટીએમ શરુ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાહક એટીએમની જેમ 24 કલાકમાં ગમે ત્યારે સોના અને ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. આ એટીએમમાંથી લોકો 1 ગ્રામથી લઈ 25 ગ્રામ સુધીના સોના-ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે.

ડિજિટલ ટ્રાન્જેકશનથી સોના અને ચાંદીના સિક્કાની ખરીદી

જેમાં સિક્કા બનાવતી કંપની સાથે મળીને આ ગોલ્ડ એટીએમ શરુ કરવામાં આવ્યું છે. જેનાથી વ્યક્તિ કોઈ પણ ડિજિટલ ટ્રાન્જેકશનથી સોના અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે. આ એટીએમ મુકનારી કંપનીએ જણાવ્યું છે કે હૈદરાબાદમાં સૌથી પ્રથમ ગોલ્ડ એટીએમ મશીન મૂક્યું છે.

સોનાના ભાવમાં ફેરફાર એટીએમના સ્ક્રીન ઉપર દેખાશે

દક્ષિણ ગુજરાતમાંથી પહેલી વખત સુરતમાં અમે આવ્યા છીએ. આ મશીનનું વજન 600 કિલો જેટલું છે એમાં અલગ અલગ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. સોનાના ભાવમાં ફેરફાર એટીએમના સ્ક્રીન ઉપર દેખાશે. આ એટીએમ મશીન એ રીતે બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરીંગ થઈ શકશે નહીં.

આ ઉપરાંત અમે દેશના એરપોર્ટ ઉપર આ ગોલ્ડ એટીએમ મશીન ગોઠવવા માટેનું આયોજન કરી રહ્યા છે દેશના તિરુપત્તિ બાલાજી તેમજ અન્ય જે મોટા મંદિરો છે તેમાં પણ આ અમે લોકો મશીન મુકવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો…અક્ષય તૃતીયાના દિવસે સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઇ પહોંચવાની શકયતા, જાણો લેટેસ્ટ ભાવ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button