
સુરત: સુરતના ભીમરાડ ગામની એક ખેડૂતપુત્રીએ થાઈલેન્ડમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. 13 વર્ષીય તનિષા પટેલે થાઈલેન્ડમાં આયોજીત એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. અન્ડર 14 કેટેગરીમાં તેણે અલગ અલગ યોગાસન કરી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ગોલ્ડ મેડલ જીત્યા બાદ ગામ પરત ફરી ત્યારે તેનું ગામમાં ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા હકીકતમાં છે પુરુષ!
સુરત જિલ્લામાં ભીમરાડ ગામના રહેવાસી ખેડૂત જયેશભાઈ પટેલની 13 વર્ષીય પુત્રી તનિષા પટેલે થાઈલેન્ડમાં આયોજિત એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીત્યો છે. તનિષા પટેલે અન્ડર 14 કેટેગરીમાં તેણે અલગ અલગ યોગાસન કરી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે પોતાનું શરીર જાણે રબ્બર હોય તેવી રીતે જુદા જુદા આસનો કર્યા હતા.
થાઈલેન્ડમાં ગોલ્ડ મેડલ જીતીને તનિષા પટેલે દેશ અને ગામનું ગૌરવ વધાર્યું છે. ગોલ્ડ મેડલ જીતીને પરત ફરી ત્યારે તેના સ્વાગતમાં આખું ગામ એકત્ર થઈ ગયું હતું. ગામ લોકોએ ઢોલ-નગારાની સાથે તનિશાનું સ્વાગત કર્યું હતું. પ્રથમ વખત ગામની દીકરી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીતીને લાવી છે, તેમના ગોલ્ડ મેડલથી દેશ અને ગામ બંનેને ગૌરવ મળ્યું છે.
આ પણ વાંચો: ‘મારો ગોલ્ડ મેડલ તૂટી ગયો, પ્લીઝ બીજો આપો’
આ તકે તનિષા પટેલે જણાવ્યું હતું કે હું હાલમાં જ થાઈલેન્ડમાં આયોજિત ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મળ્યો છે અને મને 50થી વધુ આસન આવડે છે. તેમણે આગામી દિવસોમાં પણ આવી જ રીતે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તનિષાની સાથે તેના પિતા જયેશ પટેલ પણ વિદેશ ગયા હતા અને વિદેશ જઈને પોતાની દીકરીને ગોલ્ડ મેડલ મેળવતી જોઈ તેમને ખૂબ આનંદની લાગણી થઈ હતી તેમ જણાવ્યું હતું.