સુરત

ગાંજા કેસમાં સંડોવાયેલી મોડલ હની પટેલ ‘આપ’માં જોડાઈઃ બીયર-સિગારેટ સાથેના ફોટા વાયરલ…

સુરતઃ સોશિયલ મીડિયા દ્વારા ફેમસ શયેલા અનેક લોકો હવે રાજકારણમાં આવવાનું વિચારી રહ્યાં છે તો સાથે કેટલાક લોકો તો રાજકીય પાર્ટીમાં જોડાઈ પણ ગયાં છે. થોડા સમય પહેલા ગાંજા કેસમાં સંડોવાયેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલ (Model Honey Patel) આમ આદમી પાર્ટી (આપ)માં જોડાઈ છે. જેને લઈને ફરી વિવાદ સર્જાયો છે. હની પટેલનો બિયર ગ્લાસ અને ઇ-સિગારેટ પીતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મુદ્દ હની પટેલે સામે આવીને પોતાનું નિવેદન આપ્યું છે. હની પટેલે આ માટે પોતાના પતિ અને ભાજપ નેતા પર ગંભીર આક્ષેપ કર્યો છે.

વીડિયો અંગે હની પટેલે આવ્યું નિવેદન

વાયરલ વીડિયો મામલે હની પટેલે કહ્યું કે, આ ઇ-સિગારેટનો વીડિયો ભારતનો નહીં પરંતુ દુબઈનો છે. એટલું જ નહીં, પરંતુ બિયરનો ગ્લાસ માટે ભર્યો હતો તેને પીધો નહોતો એવો પણ દાવો હની પટેલે કર્યો છે. હનીનું કહેવું છે કે આ વીડિયો જૂનો છે, તે પોતાનો ભૂતકાળ હતો. જોકે, અત્યારે હાઈબ્રીડ ગાંજાનો જે કેસ કરવામાં આવ્યો છે તેને લઈને પણ ગંભીર સવાલો થઈ રહ્યાં છે. આપમાં જોડાયા બાદ તેમનો વિરોધ વધારે કરવામાં આવી રહ્યો હોવાનો હની પટેલે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા અને તેમના પતિ પર આરોપ લગાવ્યો છે.

Honey Patel

બિયરના ગ્લાસ અને ઇ-સિગારેટની વીડિયો

હની પટેલે વધુમાં જણાવ્યું કે, હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું. એટલા માટે હાઈબ્રિડ ગાંજા ને બિયરના ગ્લાસ અને ઇ-સિગારેટની વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યાં છે. આ બધું મારૂ ભૂતકાળ હતુ. જે તમે એમ ક્યો છો કે દારૂ પાર્ટી, ગાંજો પીવે છે, દારૂ પીવે છે, તો એ વીડિયો તમે નિરખીને જોઈ લેજો. હું ખાલી બિયરનો ગ્લાસ ભરું છું, પીતી નથી. એ ઇલેક્ટ્રિક વેપ આપણા ગુજરાતમાં અત્યારે પ્રતિબંધ છે. એ વીડિયો મારા આઉટ ઓફ કન્ટ્રી, એટલે કે દુબઈના છે.

ગજેરાએ વાયરલ કર્યાં હોવાનો હની પટેલે દાવો કર્યો

હની પટેલના દાવા પ્રમાણે આ બધા જ વીડિયો તેના હસબન્ડ તુષાર ગજેરાએ વાઈરલ કર્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે, કારણ કે તે વખતે તેની સાથે તેમના હસબન્ડ અને એના મિત્રો સાથી પણ હતા, જેના કારણે હની પટેલે તેમના પતિ પર આક્ષેપો કર્યા છે કે તેમના પતિ તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
વધુમાં હની પટેલે કહ્યું કે, ગાંજાના કેસમાં મને ફસાવનાર બગસરા ભાજપમાં તાલુકા પ્રમુખ પ્રદીપ ભાખર છે. આ સાથે હની પટેલે એવી વિનંતી પણ કરી કે, મારા ભૂતકાળને અત્યારે મારા વર્તમાન સાથે અને ભવિષ્ય સાથે ન સરખાવવો જોઈએ.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button