સુરત

ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીઃ સુરતમાં મામા-ભાણેજે 1.43 કરોડ રુપિયા ગુમાવ્યાં

સુરતઃ ક્રિપ્ટો કરન્સીનું હબ ગણાતા સુરતમાં વધુ એક ક્રિપ્ટો કરન્સી રિગલના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરતમાંથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મામા-ભાણેજને અલગ અલગ સમયે રોકાણ કરાવીને 1.43 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.

લૂંટ આચર્યા બાદ આરોપીઓ ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા. અંતે છેતરપિંડીનો અહેસાસ થતાં મામા-ભાણેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આપણ વાંચો: આકર્ષક વ્યાજ દરની યોજનાઓ દ્વારા છેતરપિંડીથી બચાવવા રાજ્યમાં નાણાકીય ગુપ્તચર એકમ: દેવેન્દ્ર ફડણવીસ

ગેરેન્ટેડ રિટર્નની આપી હતી લાલચ

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં એમ્બ્રોડરીનાં જોબવર્ક ફેક્ટરી ચલાવતા મુકેશભાઈ સવાણી ઓક્ટોબર 2022માં ઓનલાઈન અને ક્રિપ્ટોકરન્સીમાં કામ કરતા હિરેન કુંભાણી અને વિરમ ગોયાણીનાં સંપર્કમાં આવ્યા હતા.

તેનો પરિચિત મેહુલ ગલાણી તેને ત્યાં લઈ ગયો હતો અને ત્યારે વિરમ અને હિરેને તેની ઓળખ USDT રોકાણકારો તરીકે આપી હતી. અને કહ્યું હતું કે તેઓ સિંગાપોર સ્થિત બ્લોકી નેટવર્ક કંપનીમાં રોકાણનું કામ સંભાળે છે. તેમણે એમ પણ કહ્યું કે રોકાણ પર 15 થી 30 ટકા ગેરેંટેડ રિટર્ન મળશે.

આપણ વાંચો: વિદેશ જવાની ઘેલછા ભારે પડી! ઓસ્ટ્રેલીયા-ન્યૂઝીલેન્ડનાં વિઝાનાં બહાને 1.23 કરોડની છેતરપિંડી

સારા વળતરની લાલચે કર્યું રોકાણ

સારા વળતરની લાલચમાં આવીને મુકેશભાઈએ પહેલા 500 ડોલરનું રોકાણ કર્યું હતું અને તેના જેના બદલામાં તેમને સારું વળતર મળ્યું હતું. ત્યાર બાદ તેમને દુબઈમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે સમજાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે BKX કોઈન લોન્ચ થવાનો છે. ત્યાર બાદ મુકેશભાઈ પાસેથી 4 લાખ રૂપિયાનું રોકાણ કરાવવામા આવ્યું હતું અને બાદમાં ફોનમાં કંપનીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને નકલી નફો દેખાડવામાં આવ્યો હતો.

ભાણેજ સાથે પણ થઈ છેતરપિંડી

ત્યાર બાદ હજુ વધુ વળતરની લાલચે તેમની પાસે કુલ 86.60 લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને જ્યારે રોકાણ પર વળતરનો સમય આવ્યો ત્યારે હિરેન અને વિરમે બહાના બતાવ્યા હતા અને બાદમાં બંને ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા.

આ અંગે મુકેશભાઈએ તેમના ભાણેજને વાત કરી ત્યારે તેમને ખબર પડી કે તેણે પણ આ બંને સાથે 56.65 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને હવે આરોપીઓ તેમના ફોન પણ ઉપાડતા નહોતા. બાદમાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button