સુરત

સુરતના વેસુ વિસ્તારમાં આગઃ ફાયર બ્રિગેડની સાથે ગૃહરાજ્ય પ્રધાન ઘટનાસ્થળે

સુરતઃ રાજ્યમાં ઠેર ઠેર આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ઉનાળામાં ગરમીને કારણે શૉક સર્કિટની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. સુરતમાં પણ આવી ઘટના બની હતી જેમાં રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં જ એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી.

આગ એટલી વિકરાળ છે કે બિલ્ડીંગના ત્રણ માળ આગની ચપેટમાં આવી ગયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ આ જ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડીંગમાં રહે છે.

સુરતના વેસુમાં લક્ઝુરિયસ ફ્લેટ હેપ્પી એન્કલેવમાં 7માં માળે લાગેલી આગ ત્રણ માળ સુધી ફેલાઈ છે. હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે બિલ્ડીંગ અંદર કોઇ ફસાયેલું છે કે નહી તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી.

આ પણ વાંચો અમદાવાદના ગેરકાયદે એસી ગોડાઉનમા લાગેલી આગ જીવલેણ બની, બે લોકોના મોત…

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 14મી માર્ચે ધુળેટીના દિવેસ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ લક્ઝુરિયસ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. જેમાં બે પિતરાઈ ભાઈ સહિત ત્રણ લોકોના મોત થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button