સુરત

સુરતમાં મનપા કમિશ્નરનો વિરોધ કરી હંગામો મચાવનાર વિપક્ષના 9 કોર્પોરેટર સામે ગુનો નોંધાયો…

સુરતઃ મનપા કમિશ્નરનો વિરોધ કરીને હંગામો મચાવનારા વિપક્ષના 9 કોર્પોરેટર સામે ગુનો નોંધાયો હતો. બે દિવસ પહેલા સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તથા આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા સાથે મ્યુ. કમિશ્નર અને કલેક્ટરની મીટિંગ ચાલતી હતી તે કોન્ફરન્સ રૂમમાં પ્રવેશવાની કોશિષ કરી હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાનાં સિક્યુરિટી ગાર્ડ સાથે ધક્કામુક્કી અને ગેરવર્તણૂક કરવા બદલ ચીફ સિક્યોરિટી ઓફિસર દ્વારા તમામ સામે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ભાજપ-અધિકારી ભાઈ ભાઈ – મેગા મળી ખાવામાં તેમજ સરકારી ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરી હુમલો કર્યાનો ચીફ સીક્યોરિટી ઓફિસર નાયકની ફરિયાદના આધારે ગુનો નોંધાયો હતો. જ્યાં પણ પોલીસ અને માર્શલો દ્વારા આ તમામ લોકોને અટકાવવામાં આવ્યા હતા. પરંતુ તમારા ભેગા મળી મ્યુનિસિપલ કમિશ્નર સુરત મહાનગરપાલિકાનાં છે કે કમલમનાં તેવા સવાલો કરવા સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.કમિશ્નર સામેનાં સૂત્રોચ્ચાર અને હંગામા દરમિયાન મામલો વધુ બિચકતા વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો: સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો, બાળક સહીત ત્રણ લોકોના મોત…

સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા પાયલ સાકરીયા દ્વારા ચિમકી આપતા જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર પ્રજાહિત માટે માંગવામાં આવેલી માહિતીનાં પણ જવાબ આપતા નથી. વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ પોતાના સાથી ઉપનેતા મહેશ અણઘણ, દંડક રચના હિરપરા અને અન્ય નગરસેવકો સાથે મળી બપોરનાં સમયે મ્યુનિસિપલ કમિશ્નર પાસે પોતાના પ્રજાહિત માટે માંગવામાં આવેલી માહિતીનાં પ્રશ્નો સાથે મળવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ બાદ સુરતમાં પણ અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફરી વળ્યું…

આ દરમિયાન મ્યુનિસિપલ કમિશ્નર ઓફિસની બહાર તેઓને અટકાવી દેવામાં આવ્યા બાદ તેઓ મુગલીસરા મુખ્ય ઓફિસમાં મ્યુનિસિપલ કમિશ્નર વિરુદ્ધ અને પદાધિકારીઓ વિરુદ્ધ નારેબાજી કરી મ્યુનિસિપલ કમિશ્નર અને કલેક્ટરની કોન્ફરન્સ ચાલતી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button