પિધ્ધડ આર્ટિસ્ટ પુત્રવધૂથી કંટાળેલા સસરાએ પાર્ટીમાં રેડ કરાવીને જેલભેગી કરાવી દીધી…

સુરતઃ સુરતમાં ચોંકાવનારી અનેક ઘટનાઓ બનતી રહે છે. સુરતમાં એક સસરાએ પોતાની જ વહુ પર કેસ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વાસ્તવમાં વાત એવી છે કે, સસરાએ પોતાની પુત્રવધુની દારૂ પાર્ટીથી ખૂબ જ કંટાળી ગયા હોવાથી જાતે જ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને રેડ પડાવી હતી.
પોલીસને ફોન કરીને કહ્યું કે, ‘તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વીકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી કરી રહી છે’. આ કોલ મળતા પોલીસે તે હોટલમાં રેડ પાડી અને પુત્રવધુ સહિત છ લોકોની ધરપકડ કરી છે. જેમાં બે છોકરીઓ અને ચાર છોકરાઓ સાથે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
રૂમ નંબર 443માં ચાલી રહી હતી દારૂની મહેફીલ
પહેલી વાત તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આમની પાસે દારૂ આવ્યો ક્યાંથી? સસરાનું કહેવું છે કે, તે વારંવાર દારૂપાર્ટીઓ કરતી હતી. જેથી પોલીસ તંત્ર પર પણ સવાલો થઈ રહ્યાં છે. તેનો અર્થ એ છે કે, ગુજરાતમાં દારૂ વેચાય છે એમાં કોઈ બેમત નથી!
પોલીસે મળેતા એડ્રેસ પર રેડ કરવા માટે પહોંચી ત્યારે વીકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં બે મહિલાઓ અને ચાર પુરૂષ દારૂની પાર્ટી કરી રહ્યાં હતાં. પોલીસે તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ લોકો પાસેથી દારૂ ક્યાંથી આવ્યો? અને કેટલા સમયથી દારૂ પાર્ટીઓ કરી રહ્યાં છે? તે દરેક મામલે તપાસ કરવામાં આવી રહી છે.
4 પુરૂષો સહિત 2 મહિલાઓની અટકાયત કરવામાં આવી
પોલીસે 25 વર્ષીય મિત હિમાંશુભાઈ વ્યાસ, 24 વર્ષીય સંકલ્પ અજય પટેલ, 23 વર્ષીય લોક ભાવેશ દેસાઈ અને 25 વર્ષીય સમકિત કલાપીભાઈ વિમાવાલા આ ચાર પુરૂષની ધરપકડ કરી છે. આ લોકોએ ખૂબ દારૂ પીધો હતો અને તેમના મોઢામાંથી પણ વાસ આવી રહી હતી.
આ સાથે 24 વર્ષીય અને 25 વર્ષીય મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસને આ હોટલમાંથી વિદેશી દારૂની બોતલો અને ફોન સહિત કુલ 2,55,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ દારૂપાર્ટી મામલે વીકેન્ડ એડ્રેસના મેનેજરે શું કહ્યું?
સુરતના ડુમસ રોડ પર આવેલા વીકેન્ડ એડ્રેસ હોટલના મેનેજરનું કહેવું છે કે, આ બાબતે હોટલ પ્રશાસનની કોઈ જ જવાબદારી નથી. મેનેજરે કહ્યું કે, ‘આ હોટલમાં કુલ 464 રૂમ છે, જેમાં થી માત્ર 100 રૂમ જહોટલના છે. બાકીના 364 રૂમ અલગ અલગ માલિકાના નામે છે.
જે રૂપમાં દારૂની પાર્ટી થઈ રહી હતી તે રૂમ હોટલના નામે નથી. રૂમ નંબર 443 હોટલ નીલમ પ્રમોદ કેસાનને વેચાણ દસ્તાવેજથી આપ્યો હતો’. જો કે, પોલીસની કાર્યવાહીમાં હોટલ પ્રશાસન સંપૂર્ણ રીતે સાથ અને સહકાર આપશે.