સુરત

સુરતમાં MD ડ્રગ્સનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરારઃ પોલીસની કામગીરી સામે સવાલો

સુરતઃ શહેરમાં MD ડ્રગ્સ સાથે પોલીસે એક આરોપીને પકડ્યો હતો. પોલીસે આરોપીને 17.59 ગ્રામ MD ડ્રગ્સ સાથે રિંગ રોડ સ્થિત કિન્નરી ટોકીઝ પાસેથી ઝડપ્યો હતો. આરોપીને ફરાર થયાને 24 કલાક થયા બાદ પણ હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી. પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં પોલીસ કસ્ટડીમાંથી એમડી ડ્રગ્સ સાથે પકડાયેલો આરોપી ડ્રગ્સ પેડલર ઝુબેર ફિરોઝ ખાન પઠાણ ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડવા માટે પોલીસ દોડતી થઈ ગઈ છે. આરોપી ટ્રાફિક શાખાની કચેરીની શૌચાલયમાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને ડ્રગ્સના આરોપીએ પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ છે.

કચેરીના શૌચાલયની બારીમાંથી ભાગ્યો

આરોપી ટ્રાફિક શાખાની કચેરીના શોચાલયની બારીમાંથી ગઈકાલે સવારે ફરાર થઈ ગયો હતો. તેને ફરાર થયા 24 કલાક વીતી ચૂક્યા છે પણ હજી સુધી તે પોલીસની પકડમાં આવ્યો નથી. પોલીસ કસ્ટડીમાંથી આરોપી ભાગી જતાં અનેક સવાલો ઉભા થયાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button