દિવાળીમાં માદરેવતન જવાની પડાપડી: ઉધના રેલવે સ્ટેશન પર હજારો મુસાફરોનું માનવ મહેરામણ ઉમટ્યું! | મુંબઈ સમાચાર
સુરત

દિવાળીમાં માદરેવતન જવાની પડાપડી: ઉધના રેલવે સ્ટેશન પર હજારો મુસાફરોનું માનવ મહેરામણ ઉમટ્યું!

સુરતઃ દિવાળીના તહેવારમાં લોકો પોતાના વતન જતાં હોય છે. આખું વર્ષ દેશના કોઈ પણ છેડે કામ અર્થે ગયા હોય, પરંતુ દિવાળી પર લોકો ઘરે જતાં હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો કામ અર્થે આવતા હોય છે. દિવાળી ટાણે ઘરે જવા માટે તેઓ મોટા ભાગે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું પસંદ કરતા હોય છે. આ વખતે અત્યારથી સુરતના ઉધનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં ઉધના સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જ્યાં સેંકડો લોકોની લાઈન પણ જોવા મળી હતી.

શ્રમિકો-નોકરિયાત વર્ગ માદરે વતન જવા રવાના

ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકો અને નોકરિયાત વર્ગ પોતાના માદરે વતન જવા રવાના થઈ રહ્યા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અત્યારે 6,000થી મુસાફર આવી ગયાં હોવાનો વીડિયો વારયલ થઈ રહ્યો છે. આ રેલવે સ્ટેશન પર અત્યારે આશરે 1 કિમી લાંબી મુસાફરોની લાઈન જોવા મળી હતી. સંખ્યા એટલી વધી ગઈ છે કે સ્ટેશન પર ટિકિટ લેવા અને ટ્રેનમાં જવા માટે મોટી રાતથી લોકોએ લાઈન લગાવી દીધી હતી.

વહેલી સવારથી લોકો સ્ટેશન પર આવી જાય છે

તહેવારોના સમયે મોટા ભાગે ટ્રેનોમાં જગ્યા મળતી હોતી નથી, જેના કારણે લોકો વહેલી સવારથી જ સ્ટેશન પર આવીને બેસી ગયાં હતાં. કોઈ પણ ભાગે લોકો ઘરે જવા માટે તૈયાર છે. અત્યારે આ ભીડને જોતા રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. મુસાફરનો શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે સરકાર દ્વારા તહેવારોના સમયે અન્ય વધારે ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

ડ્રોનનો ઉપયોગ કાળજી રાખવામાં આવી રહી છે

મળતી વિગતો પ્રમાણે ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ડ્રોનનો ઉપયોગ કરીને કાળજી રાખવામાં આવી રહી છે. તહેવારોમાં ઉધના સ્ટેશન પર મોટી લોકોનો ખસારો રહેતો હોય છે. અત્યારે મુસાફરોને શાંતિ રાખવા અને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ મુસાફરો માટે નિયમિત ટ્રેનો ઉપરાંત અન્ય સ્પેશિયલ અને અનરિઝર્ડ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખતા વધુ ટ્રેન દોડાવવામાં આવશે

આમાં સૌથી વધારે બિહારના લોકો વધારે હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે, દિવાળીનો તહેવાર તો છે જ પરંતુ સાથે સાથે બિહારમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. જેથી બિહારના લોકો મતદાન કરવા માટે જઈ રહ્યાં છે. બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ વર્ષે રેલવે વિભાગ દ્વારા વધારાની ટ્રેન દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે. પરંતુ મુસાફરોની સંખ્યા એટલી વધારે છે કે, આ ટ્રેન પણ ઓછી પડી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતના પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી જવું સરળ બન્યું, ફોર લેન માર્ગનું લોકાર્પણ કરાયું

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button