CR પાટીલે છત્રપતિ શિવાજી મહારાજને પાટીદાર ગણાવ્યાં, શું મહારાષ્ટ્રમાં વિવાદ છેડાશે?

સુરતઃ સુરતમાં લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય ‘રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન CM-ડેપ્યુટી CM સહિત અનેક કેન્દ્રિય પ્રધાનોએ હાજરી આપી હતી.
આ રાજસ્વી સન્માન સમારોહમાં કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલ પણ ઉપસ્થિતિ રહ્યાં હતાં. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની એકતા, મહેનત અને સેવાભાવનાની ગરિમા બિરદાવી હતી. આ કાર્યક્રમમાં અન્ય પણ અનેક નેતાઓએ પાટીદાર સમાજના વખાણ કર્યાં હતાં.
આપણ વાચો: તમામ પ્રધાનોના રાજીનામા કેમ લીધા? ગોપાલ ઈટાલિયાએ ગણાવી ‘સામૂહિક નિષ્ફળતા’
પાટીલનું નિવેદન રાજકીય અને સામાજિક વિવાદ સર્જી શકે છે?
ચર્ચાનો વિષય એ છે કે, સીઆર પાટીલે આ કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું હતું જેમાં નવો રાજકીય અને સામાજિક વિવાદ સર્જાઈ શકે છે. આ કાર્યક્રમમાં સીઆર પાટીલે પાટીદાર સમાજની ગરિમાને બિરદાવતા અનેક વાતો કહી હતી.
એટલું જ નહીં પરંતુ ઈતિહાસની વાત કરતા કહ્યું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પણ પાટીદાર હતા અને છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા. આ નિવેદન વિવાદ સર્જી શકે તેવું છે. કારણ કે, ઇતિહાસ પ્રમાણે જોવા જઈએ તો, છત્રપતિ શિવાજી મહારાજ એ મરાઠા હતા, તો પછી સીઆર પાટીલે તેમને પાટીદાર કેવી રીતે કહ્યાં?
આપણ વાચો: ગુજરાતમાં નવા જૂની થશે! આવતીકાલે પટેલ-પાટીલની સંયુક્ત પત્રકાર પરિષદ
કયા સંદર્ભે શિવાજી મહારાજને પાટીદાર કહેવામાં આવ્યાં?
મહત્વની વાત એ છે કે, સીઆર પાટીલનું આ નિવેદન ઇતિહાસકારો માટે પણ એક પ્રશ્ન બની ગયો છે. સીઆર પાટીલે કયા સંદર્ભે શિવાજી મહારાજને પાટીદાર કર્યાં તેના પર પણ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. આ નિવેદન માટે સોશિયલ મીડિયામાં સીઆર પાટીલનો વિરોધ થઈ રહ્યો છે. રાજનેતાઓ આ પ્રકારના નિવેદનો આપી છે તેના પર અંકુશ લાવવા માટે પણ માંગણીઓ કરવામાં આવી રહી છે.
લોકોને પાટીદાર સમાજના વખાણથી વાંધો નથી
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CM બન્યા બાદ પોતાની પહેલી મુલાકાતની વાત કરતા કહ્યું કે, ‘હું નવો CM બન્યો ત્યારે પણ તમે મારો વટ પાડી દીધો હતો અને આજે પણ પાડ્યો છે. બાકીના નેતાઓએ પાટીદારના વખાણ કર્યા તેમ સીઆર પાટીલે પણ સમાજના વખાણ કર્યાં હતા. લોકોને પાટીદાર સમાજના વખાણથી વાંધો નથી પરંતુ શિવાજી મહારાજને પાટીદાર કહ્યા તેના કારણે અનેક લોકોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો છે.



