સુરત

ડુમસ જમીન કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, ભાગેડુ અનંત પટેલની ધરપકડ

સુરત: ચર્ચાસ્પદ બનેલા ડુમસ જમીન કૌભાંડ મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે રૂ.2 હજાર કરોડના જમીન કૌભાંડના કેસમાં ભાગેડૂ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ કરી છે.

ભાગેડુ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની પૂણેથી ધરપકડ કરી હતી. હવે આગળની તેમની તપાસમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.

આપણ વાંચો: કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ત્રણને સજાઃ કચ્છ જમીન કૌભાંડમાં આવ્યો ચુકાદો

2 હજાર કરોડનું જમીન કૌભાંડ

મળતી વિગતો અનુસાર ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા સુરતના ડુમસનું રૂ.2 હજાર કરોડનું જમીન કૌભાંડ કેસમાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. કરોડોના જમીન કૌભાંડ કેસમાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચે ભાગેડૂ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની પૂણેથી ધરપકડ કરી લીધી છે.

ત્યારે હવે આ કેસમાં મોટા ખુલાસાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં બિલ્ડરોએ ખેડૂતોના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્લોટ વેચીને આચરવામાં આવેલા 2000 કરોડથી વધુનાં કૌભાંડથી ખળભળાટ મચી ગયો હતો, અને આ કેસની તપાસમાં સરકારી અધિકારીઓની સંડોવણી હોવાનું પણ ખૂલ્યું હતું.

આપણ વાંચો: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને જમીન કૌભાંડમાં મળી મોટી રાહત, લોકાયુક્તે શું કહ્યું?

ખેડૂતે CID ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી ફરિયાદ

આ કેસ અંગે CID ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી સકારી અધિકારીઓ સાથે મીલિભગત કરી સુરતના ડુમસ અને વાટા ગામની આશરે 5 લાખ વારની જમીનને પ્લોટિંગની સ્કીમ મૂકી વેચાણ કરી ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હોવાનો આરોપ હતો.

આ કેસમાં સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના વર્ગ 1ના અધિકારી કાનાલાલ પી. ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી કર્મચારી અને સમૃદ્ધિ કોર્પોરેશનના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સૌપ્રથમ ખેડૂત આઝાદ રામોલિયાએ સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આ મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button