સુરત

શોકિંગઃ સુરતમાં 10 વર્ષના બાળકની આત્મહત્યા, કારણ જાણશો તો ચોંકી જશો!

સુરત: અહીંના જિલ્લાના એક ગામમાં નજીવી વાતમાં દસ વર્ષના બાળકે આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો જાણમાં આવ્યો છે. ફક્ત નાના ભાઈએ પતંગની દોરી આપવાની મનાઈ કરતા માંડ દસ વર્ષના મોટા ભાઈએ અંતિમ પગલું ભર્યું હતું. સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે આ બાળકે એ જ જગ્યાએ અંતિમ પગલું ભર્યું છે, જ્યાં 5 વર્ષ પહેલાં તેની માતાએ આત્મહત્યા કરી હતી. આ કેસમાં પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાના કંટારા ગામમાં 10 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી છે. નાના ભાઈએ પતંગની દોરી આપવાની ના પાડતા બાળકે આ પગલું ભરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલે જહાંગીરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપણ વાંચો: બેંગલુરુના એન્જિનિયર આત્મહત્યા કેસઃ કંગનાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

વરિયાવના કંટારા ગામમાં રહેતા ભલાભાઈ રાઠોડ અને તેનો પરિવાર ખેતરમાં મજૂરીનું કામ કરે છે. તેમના પરિવારમાં પહેલા પત્નીના 2 પુત્ર છે અને બીજા પત્નીની એક પુત્રી છે. ગુરુવારે જ્યારે તેની પુત્રી બહારથી ઘરે પહોંચી ત્યારે તેણે તેના મોટા ભાઈનો મૃતદેહ ફાંસીથી લટકતો જોઈને તે બૂમો પાડવા લાગી હતી, ત્યાર બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ કેસમાં પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, પરંતુ ગળેફાંસો ખાધો હોવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. એના સિવાય બીજું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પોલીસને શક હતો કે તેની કોઈએ મારપીટ કરી હશે, પરંતુ એમ થયું નથી એમ પોલીસે જણાવ્યું હતું.

આપણ વાંચો: ઍરફોર્સના જવાને માથામાં ગોળી મારીને કરી આત્મહત્યા…

માતાએ જ્યાં અંતિમ પગલું ભર્યું ત્યાં જ…

5 વર્ષ પહેલાં કેતનની માતાએ જે જગ્યાએ ફાંસો ખાઈ આપધાત કર્યો હતો, ત્યાં જ કેતને પણ ફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગઈકાલે કેતને પતંગ લાવ્યા બાદ ભાઈ પાસેથી પતંગ ચગાવવા માટે દોરી માંગી હતી. જો કે ભાઈએ દોરી નહીં આપતા કેતને આ પગલું ભર્યું હોય તેવી શક્યતા છે. પરંતુ હાલ પોલીસ કોઈ સ્પષ્ટ કારણ આપી રહી નથી અને વધુ તપાસ હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button