નવસારી

નવસારી જિલ્લો જળબંબાકાર: ડેમ-નદીઓ છલકાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ

નવસારીઃ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે રાજ્યના અનેક ડેમમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને વાત કરવામાં નવસારીમાં જિલ્લમાં પણ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો હતો. અત્યારે નવસારી જિલ્લામાં અત્યારે ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી છે. આજની વાત કરવામાં આવે તો આજે 6 વાગ્યા સુધીમાં 2.54 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના જલાલપોર અને ગણદેવીમાં પણ અતિભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં આવેલા બે મોટા ડેમ અને ત્રણ નદીઓ અત્યારે ભયજનક સપાટીએ છે.

આ પણ વાંચો: નવસારીમાં આકાશી આફત, ભારે વરસાદથી પૂર્ણા નદીમાં પૂર, 550થી વધુનું સ્થળાંતર

નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયાં

વિગતે વાત કરવામાં આવે તો, નવસારી જિલ્લામાં આવેલ પૂર્ણા નદી ભયજનક સપાટીએ છે. અત્યારે આ નદી 24 ફૂટની સપાટીએ વહી રહી છે. જિલ્લામાં ઉપરવાસાના વિસ્તારોમાં જે વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓ બન્ને કાંઠે વહી રહી છે. નદી બન્ને કાંઠે વહેતી હોવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 550થી વધારે લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. ડેમની વાત કરવામાં આવે તો, જૂજ ડેમ અત્યારે 164.70 ફૂટ જેટલો ભરાઈ ગયો છે. આ સાથે નવસારીનો કેલીયા ડેમ 111.25 ભરાઈ ગયો છે. આ ડેમમાં 113.40ની સપાઈએ ઓવર ફલો થઈ શકે તેમ છે.

નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ

નવસારી જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓ અત્યારે બંને કાંઠે વહી રહી છે. જેમાં અંબિકા નદીએ 24.27 ફુટે વહી રહી છે. આ નદી જો 28 ફૂટે વહેવા લાગી તો આસપાસના વિસ્તારો જોખમમાં આવી શકે છે. પૂર્ણા નદી જે અત્યારે 24 ફૂટની સપાટીએ વહી રહી છે. પૂર્ણા નદીની 23 ફુટે વહે તો ભયજનક સાહિત થશે. કાવેરી નદીની વાત કરવામાં આવે તો 13.00 ફૂટે વહી રહી છે. આ ત્રણ નદીઓ અત્યારે બંને કાંઠે વહેતી હોવાથી આપસાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: નવસારીના ગણદેવીમાં ચમત્કાર: ફોર્ચ્યુનર નીચે આવી ગયેલું બાળક હેમખેમ!

નવસારીમાં સેંકડો લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યાં

નવસારી જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પ્રકાશમાં આવ્યા છે. આ મુજબ નવસારી શહેરમાં 68 મિમી (2.83 ઈંચ) વરસાદ પડ્યો છે, જ્યારે જલાલપોરમાં 44 મિમી (1.83 ઈંચ), ગણદેવીમાં 61 મિમી (2.54 ઈંચ), ચીખલીમાં 64 મિમી (2.66 ઈંચ), ખેરગામમાં 44 મિમી (1.83 ઈંચ) અને વાંસદા શહેરમાં 90 મિમી (3.75 ઈંચ) વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં 550થી વધારે લોકોનું સુરક્ષિત સ્થાને સ્થાળાંતર કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button