નવસારી

નવસારીમાં આકાશી આફત, ભારે વરસાદથી પૂર્ણા નદીમાં પૂર, 550થી વધુનું સ્થળાંતર

નવસારી: ગુજરાત સાવર્ત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના તમામ વિસ્તારમાં હળવા ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. નવસારીમાં પણ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી પૂર્ણા નદીના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે. નદીનું પાણી ભયજનક સપાટીને પાર કરી ચૂક્યું છે. જેના કારણે શહેર અને જલાલપોરમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી-જલાલપોરમાં શાળા-કોલેજ અને આંગણવાડીમાં આજે જાહેર રજા જાહેર કરાઇ હતી.

નવસારીમાં મેઘ મહેર બની કહેર!

રાજ્યમાં તમામ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારીની પૂર્ણા નદીનું જળસ્તર ભય જનક સપાટીને વટી ગયું છે. નદીના પાણી જિલ્લાના અનેક વિસ્તારમાં ધૂસ્યા છે. ભેસદા ખાડા વિસ્તાર જળમગ્ન બન્યો હતો. ભેસદ ખાડા વિસ્તારમાં 25થી વધુ ઘરમાં નદીના પાણી ઘૂસ્યા હતા. જ્યારે માછીવાડ વિસ્તાર પણ નદીના પાણીથી પ્રભાવિત થયો હતો.

550થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

ઉલ્લેખનીય છે કે પૂર્ણા નદીની કુલ જળસપાટી 23 ફૂટની છે. જ્યારે વરસાદી પાણીની આવકથી નદી 26 ફૂટ સુધી વહેતી થઈ હતી. નદીમાં ભયજનક સપાટથી 3 ફૂટ ઉપર વહી રહી હતી. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તંત્ર દ્વારા 550થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે પાણીનું સ્તર સ્થિર થયા બાદ ઘટવાનું શરૂ થયું હતું. પાણી ઓસરવાનું શરૂ થતાં અસરગ્રસ્તો અને તંત્રને રાહત થઈ હતી. છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં વાંસદામાં સૌથી વધુ 90 મિમી, નવસારીમાં 68 મિમી, ચીખલીમાં 64 મિમી, ગણદેવીમાં 61 મિમી તથા જલાલપોર અને ખેરગામમાં 44-44 મિમી વરસાદ નોંધાયો હતો.

ગઈકાલના વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ હતુ. જ્યારે મોડી રાત્રે નદી સપાટી સ્થિર થઈ હતી. જ્યારે હાલ નદી 24 ફૂટ આસપાસ વહી રહી છે. પ્રભાવિત વિસ્તારોમાંથી પણ નદીના પાણી ઉતરવાના શરૂ થઈ ચૂક્યા છે. જ્યારે પાણી ઓસર્યાં બાદ સાફ સાફાઈ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની સ્થિતિ કફોડી બની છે. સ્થાનિકો દર વર્ષે આવતા પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. તેઓ મહાનગરપાલિકા પાસે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

નવસારી જિલ્લાના જળાશયોની સ્થિતિ

જિલ્લાના જૂજ ડેમની સપાટી 164.70 (ઓવરફ્લો લેવલ 167.50) અને કેલીયા ડેમની સપાટી 111.25 (ઓવરફ્લો લેવલ 113.40) નોંધાઈ હતી. જિલ્લામાંથી પસાર થતી અન્ય નદીઓમાં અંબિકા નદીની સપાટી 24.27 ફૂટ (ભયજનક સપાટી 28 ફૂટ) અને કાવેરી નદીની સપાટી 13 ફૂટ (ભયજનક સપાટી 19 ફૂટ) નોંધાઈ હતી.

આ પણ વાંચો…અમદાવાદમાં ચાર કલાકમાં એક ઇંચ વરસાદ, પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button