પત્નીના વિરહમાં 23 વર્ષીય યુવાને પૂર્ણા નદીમાં મોતની છલાંગ લગાવી, આજે મળી આવ્યો મૃતદેહ

નવસારીઃ ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. લોકોમાં અત્યારે સહનશક્તિ સતત ઘટની રહી છે. ફરી એકવાર આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. નવસારીમાં એક યુવકે પત્નીના વિયોગમાં આત્મહત્યા કરી હતી જેનો મૃતદેહ આજે મલી આવ્યો છે. નવસારીમાં શનિવારે આ યુવકે પૂર્ણા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જેના બે દિવસ બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. બે દિવસથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી, ત્યારે આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે.
તરવૈયાઓએ આખરે યુવાનના મૃતદેહને શોધી કાઢ્યો
પૂર્ણા નદીમાં તરવૈયાની મદદથી યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બે દિવસની મહેનત બાદ તરવૈયાઓએ આખરે યુવાનના મૃતદેહને શોધી કાઢ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ધારાગિરી નજીક પૂર્ણા નદીમાં શૈલેશ શેખલીયા નામના વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હતી. સૂત્રોએ એવું જણાવ્યું કે, પત્નીનો વિયોગ સહન ના કરી શક્યો હોવાથી આપઘાત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ આવું જ કંઈક જાણવા મળ્યું છે.
વિરહને આધાત સહન થયા તો જીવનલીલા સંકેલી લીધી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મૃતક શૈલેશ શેખલીયાની પત્ની આરતીનું ત્રણ મહિના પહેલા જ મોત થયું હતું. શૈલેશની પત્ની આરતીનું આ પૂર્ણા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. એટલું આ સાથે શૈલેષના ભાઈનું પણ મોત થયું હોવાથી તેને વધારે આઘાત લાગ્યો હતો. આ દરેક બાબતને આધાત તે શૈલેષ સહન ના કરી શક્યો એટલે પૂર્ણા નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતા. પોતાનું સર્વસ્વ ગૂમાવી દીધાની આઘાતમાં શૈલેશે પણ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આજે તેનો બે દિવસની ભારે શોધખોળીને મૃતદેહને શોધવામાં આવ્યો છે. અત્યારે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો - ફરી લગ્નેત્તર સંબંધોનો કરૂણ અંજામઃ પ્રેમિકાને પ્રેમીએ પાંચમા માળેથી ફેંકી ને પછી ધસડી ગયો
ગર્ભવતી પત્ની અને ભાઈનું અવસાન થઈ હતા શૈલેષ ભાંગી પડ્યો
સ્થાનિકો દ્વારા એવું પણ જણાવા મલ્યું હતું બે મહિના પહેલા પત્ની ગર્ભવતી થઈ હોવી ઘરે આનંદનો માહોલ હતો. પરંતુ પછી ગર્ભવતી પત્ની અને તેના ભાઈનું અવસાન થઈ હતા શૈલેષ અંદરથી ભાંગી પડ્યો હતો. ફાયર જવાનોને કસ્બા ગામ નજીક પુર્ણા નદીના પટમાંથી શૈલેષની લાશ મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી દીધી છે.