
નર્મદાઃ ગુજરાતમાં આ વર્ષે સારો એવો વરસાદ થયો છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ ભરપૂર પાણીની આવક છે. સરદાર સરોવર બંધ ફરી એકવાર તેની ઐતિહાસિક મહત્તમ સપાટીએ છલકાયો હોવાનું જાણવા મળ્યું છે. આજે ડેમની જળ સપાટી 138.68 મીટર એટલે કે 455 ફૂટ સુધી પહોંચી ગઈ છે. નર્મદા ડેમ ગુજરાત માટે અતિમહત્વનો છે. આ ડેમના કારણે અનેક જિલ્લાઓમાં સિંચાઈ માટે પાણી પહોંચે છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરને વધાવ્યા
નર્મદા ડેમ આજે છલકાઈ ગયો ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન સહિતના નેતાઓ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાને શાસ્ત્રોક્ત વિધિ સાથે દૂધ, ચૂંદડી અને નારિયેળ નર્મદાના નીરમાં અર્પણ કરીને નર્મદા નીરને વધાવ્યા હતાં. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ડેમના જળસ્તરને નિયંત્રિત કરવા માટે અત્યારે 5 ગેટ ખોલવામાં આવ્યા છે. પાંચ દરવાજા ખોલીને નર્મદા ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું.
ડેમ અત્યારે 138.68 મીટરની સપાટીએ પહોંચ્યો
નર્મદા ડેમ અત્યારે 138.68 મીટરની સપાટીએ પહોંચી ગયો છે. નર્મદા ડેમ શા માટે ગુજરાત માટે છે? કારણ કે, નર્મદા ડેમનું પાણી ગુજરાતના 10,453 ગામો, 190 શહેરો અને 7 મહાનગરપાલિકાઓના લોકોને પાણી પહોંચાડવામાં આવ્યે છે. માત્ર એક જ ડેમ આટલા લોકોને પાણી પૂરૂ પાડી રહ્યો છે.
એટલું જ નહીં પરંતુ નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા કુલ 302 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે. આ સપ્ટેમ્બરમાં માસિક વીજળી 105 કરોડ યુનિટ જેટલું વિક્રમી ઉત્પાદન રહ્યું છે. નર્મદા યોજના દ્વારા કુલ 6,810 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
નર્મદા ડેના કારણે 10 નદીઓ પુનર્જીવિત થઈ
ડેમની વાત કરવામાં આવે તો, 2027 બાદ આજ સુધીમાં નર્મદા ડેમ કુલ વખત તેની મહત્તમ સપાટીએ છલકાયો છે. વર્ષ 2019, 2020, 2022, 2023, 2024 અને 2025માં નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. નર્મદા ડેમના કારણે ગુજરાતની પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ જેવી 10 નદીઓને પુનર્જીવિત પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો…ગુજરાતના તમામ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ, નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં