ગુજરાતમાં મેઘ મહેર, સિઝનની શરૂઆતમાં સરદાર સરોવરની સપાટી 120 મીટરે પહોંચી | મુંબઈ સમાચાર

ગુજરાતમાં મેઘ મહેર, સિઝનની શરૂઆતમાં સરદાર સરોવરની સપાટી 120 મીટરે પહોંચી

નર્મદા: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ચોમાસાની શરૂઆતમાં જ વરાસાદ મનમૂકીને વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ઘણી વિસ્તારોતો મેઘના આગમન સાથે જળમગ્ન થયા હતા. ત્યારે સાવર્ત્રિક વરસાદને પગલે ગુજરાતના જળશયોમાં પણ નવા નીરના આગમન થયા હતા. નવા પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સરકારી આંકડા પ્રમાણે, સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસથી 20,644 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટી 119.55 મીટરે પહોંચી છે. આ વર્ષે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ શકે તેવી શક્યતા છે. ડેમના બંને પાવર હાઉસ શરૂ કરાયા છે, જેમાં RBPHના 4 અને CHPHનું 1 ટર્બાઈન ચાલુ છે, જે દ્વારા 34,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 18 જૂન સુધી 11 ડેમ હાઈ એલર્ટ, 13 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર છે.

ગુજરાતના ડેમોની સ્થિતિ

રાજ્યના 206 ડેમમાંથી 9 ડેમ 100% ભરાયેલા છે, 25 ડેમ 70-100% વચ્ચે, 22 ડેમ 50-70% વચ્ચે, 55 ડેમ 25-50% વચ્ચે, અને 95 ડેમ 25%થી ઓછા ભરાયેલા છે. આ વરસાદે ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળવાની આશા વધી છે, અને પીવાના પાણીની કટોકટી હળવી થશે.

આપણ વાંચો:  ભચાઉમાં કુકુ એફએમનું સબક્રિપ્શન બંધ કરાવવું શખ્સને ભારે પડયું: ખાતામાંથી પૈસા ઉપડી ગયા

રાહત અને બચાવની તૈયારી

ભારે વરસાદની આગાહીને પગલે NDRF અને SDRFની ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે. ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં બચાવ-રાહત કાર્ય માટે તૈયારીઓ થઈ છે. નર્મદા જિલ્લામાં SDRFની એક ટીમ ફાળવવામાં આવી છે, જે પૂર, વાવાઝોડું કે ભારે વરસાદ દરમિયાન બચાવ કામગીરી કરશે. આ પગલાંથી જાનમાલનું નુકસાન રોકવાનો પ્રયાસ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button