ડાંગ

112 વર્ષ જૂનો અંબિકા નદી પરનો બ્રિજ જોખમી હાલતમાં! સત્વરે સમારકામ કરવા આદેશ

ડાંગ, આહવાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે રાજ્યના અન્ય બ્રિજોને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યાં છે. બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનનો અંબિકા નદી પર 112 વર્ષ જૂનો બ્રિજ પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બ્રિજ હવે બિસ્માર હાલતમાં છે. ગમે ત્યારે આ બ્રિજ કોઈ મોટી દુર્ઘટનાનું કારણ પણ બની શકે તેમ છે. આ બ્રિજ પરથી એક દિવસમાં ચાર ટ્રેન પસાર થયાં છે. ડાંગ જિલ્લામાં આવેલી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનનો 63 કિમી લાંબો ટ્રેક અને ખાસ કરીને અંબિકા નદી પરનો બ્રિજ જે જર્જરિત હાલતમાં છે તે જોખમનું કારણે બન્યો છે. આ મામલે જવાબદાર વિભાગ સત્વરે સમારકામ કરવાની આવશ્યકતા છે.

જો કોઈ દુર્ઘટના બનશે તો કોણ જવાબદારી લેશે?

અંબિકા નદી પર બનેલા આ બ્રિજની હાલત એવી છે કે, તેના લાકડાના સ્લીપર પણ આખા સડી ગયા છે. અત્યારે માત્ર ખીલા જ બહાર દેખાઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં જો કોઈ દુર્ઘટના બનશે તો કોણ જવાબદારી લેશે? અહીંથી રોજ ચાર વખત પેસેન્જર ટ્રેન પસાર થયા છે. આ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

112 વર્ષ જુનો બ્રિજ અત્યારે અત્યંત જોખમી હાલતમાં

અંબિકા નદી પરનો બ્રિજની વાત કરવામાં આવે તો, આ બ્રિજ 1913માં બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજને અત્યારે 112 વર્ષ થઈ ગયાં છે. આ બ્રિજ 100 વર્ષથી પણ વધારે વર્ષ સુધી ટકી રહ્યો તે મોટી વાત છે પરંતુ અત્યારે આ બ્રિજ અત્યંત જોખમી હાલતમાં છે. જેથી તેનું સમારકામ થવું જરૂરી છે. કારણ કે, ટ્રેકને પકડી રાખનારા લાકડાના સ્લીપર સડી ગયા અને ખીલા બહાર દેખાઈ રહ્યાં છે. આ બ્રિજની સલામતી અંગે અત્યારે સવાલો થઈ રહ્યાં છે. બ્રિજ અત્યારે એકદમ નબળી સ્થિતિમાં છે.

આપણ વાંચો:  મુંબઈ સમાચારના ધારદાર અહેવાલની અસર! દેરોલ બ્રિજ હવે ભારે વાહનો માટે બંધ

ડીઆરએમે યુદ્ધના ધોરણે સમારકામ માટે સૂચનાઓ આપી

મળતી વિગતો પ્રમાણે આ બ્રિજ પરથી ટ્રેનને માત્ર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ ટ્રેન ચલાવવાનો આદેશ આપવામાં આવલો છે. કારણ કે, ગત 7મી જુલાઈએ વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ પંકજ સિંઘે આ ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન બ્રિજની હાલત જોઈને યુદ્ધના ધોરણે સમારકામ માટે સૂચનાઓ આપી દીધી હતી. આ ટ્રેન ઉપયોગ સ્થાનિકો અને પ્રવાસીઓ પણ મોટા પ્રમાણમાં કરતા હોય છે. જેથી વહેલી તકે આ બ્રિજ અને ટ્રેકનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button