ભરુચ

ભરૂચમાં દાદાનું નહીં પતિનું બુલડોઝર! પત્ની પ્રેમી સાથે ફરાર, ગુસ્સે ભરાયેલા પરિવારે…

ભરૂચઃ ગુજરાતમાં પણ હવે ‘પતિ પત્ની ઔર વો’ની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ભરૂચના જંબુસર તાલુકાના કરેલી ગામમાં એક અજીબ પ્રકારની ઘટના સામે આવી છે. ગુજરાતમાં અત્યારે દાદાની સરકાર અપરાધીઓની અવેદ્ય સંપત્તિને ધ્વસ્ત કરી રહી છે, પરંતુ કરેલી ગામમાં એક પરિવારે કેટલાક લોકોના ઘર પર બુલડોઝર ચઢાવી દીધું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો પ્રમાણે વેડચ પોલીસે બુલડોઝરના ડ્રાઈવર સહિત 6 લોકોની ધરપકડ કરી છે.

આપણ વાંચો: આઠ દીકરીના બાપને પરણવાનું મન થયું અને પત્નીએ ભર્યું એવું પગલું કે

પરિણીત મહિલાને લઈને મહેશ ફુલમાળી થયો ફરાર

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, કરેલી ગામમાં રહેતા મહેશ ફુલમાળીને એક પરિણીત મહિલા ને ભાગી ગઈ ગયો હતો. જેથી મહિલાના પરિવારજનોએ ખૂબ રોષે ભરાયા હતાં. રોષે ભરાયેલા મહિલાના પરિવારજનોએ તે મહેશના અને તેના સંબંધીઓના ઘરને બુલડોઝરથી ધ્વસ્ત કરી નાખ્યાં.

મહેશ થોડા દિવસ પહેલા પણ મહિલાની પિયરમાં ગયો હતો અને ત્યાથી જ મહિલાને લઈને ભાગી ગયો હતો, જેથી મહિલાના માતા-પિતાએ આંકલાવ પોલીસ સ્ટેશન માં ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

આપણ વાંચો: કરવા ચોથના દિવસે પત્નીએ જ આપ્યું પતિને એવું ‘સરપ્રાઈઝ’ કે…

મહેશના ઘરે જઈ ગાળો બોલીને મારામારી પણ કર્યાનો આરોપ

મહિલાના સાસરિયામાં એટલે કે કરેલીમાં જ્યારે તેના પતિ અને પરિવારને ખબર પડી ત્યારે આ લોકોએ મહેશના પરિવારને ધમકી આપી હતી. પરંતુ તેમ છતાં પણ મહેશ પાછો નહોતો આવ્યો એટલે મહિલાના પતિ અને પરિવારે મહેશના ઘરે જઈને બાબલ પણ કરી હતી.

આરોપ એવો પણ છે કે, આરોપીઓએ મહેશની બહેન સાથે પણ મારામારી કરી હતી. એટલું જ નહીં પરંતુ મહિલાના પતિએ રાત્રે 9 વાગે મહેશના ઘરને બુલડોઝર વડે તોડી પાડવા માટે પહોંચ્યો હતો..

આપણ વાંચો: પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ સેપ્કિટ ટેન્કમાં નાખી દીધો: બરતરફ પોલીસકર્મી પકડાયો

આરોપીએ છ ઘરોની સામેનું બાંધકામ પણ તોડી પાડ્યું

મહિલાના પતિએ મહેશના ઘરની છત, શૌચાલય અને ઓરડાઓ તોડી પાડવાનું શરૂ કર્યું હતું, એટલું જ નહીં પરંતુ મહેશ ફુલમાલીના ઘર સહિત છ ઘરોની સામેનું બાંધકામ પણ તોડી પાડ્યું હતું. આમામલે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. જો કે આરોપી ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. મહેશની માતાએ વેડચ પોલીસ સ્ટેશનમાં બુલડોઝર ઓપરેટર મહેન્દ્ર જાધવ અને મહિલાના પરિવારના પાંચ સભ્યો સહિત છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી દીધી

પોલીસે આપેલી વિગતો પ્રમાણે આ કેસમાં આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 324 (5), 189 (2), 191 (2), 190, 115 (1), 352 અને 351 (3) અંતર્ગત સંપત્તિને નુકસાન પહોંચાડવા, ઈજા પહોંચાડવા, ગેરકાયદેસર સભા કરવા, ગુનાહિત ધાકધમકી આપવા અને શાંતિ ભંગ કરવાના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને બુલડોઝર પણ કબજે કરી લીધું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button