સાયખા GIDCમાં મોડી રાત્રે ભયાનક બોઇલર વિસ્ફોટ, 1નું મોત અને 24 કર્મચારીઓ ઈજાગ્રસ્ત

ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં સ્થિત સાયખા GIDCની વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે અચાનક બોઇલર વિસ્ફોટ થતા આખો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો. રાતના લગભગ અઢી વાગ્યે થયેલા આ પ્રચંડ ધડાકાએ આસપાસના લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી.
આ ભયાનક વિસ્ફોટમાં કંપની કર્મચારીને ભારે જાન હાની સર્જાઈ છે. જેમાં એક કર્મચારીનું માતો થયું છે. આ ઉપરાંત અન્ય 24 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તમામ કર્મચારીઓને તાત્કાલિકના ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વિસ્ફોટની તીવ્રતા એટલી બધી હતી કે તેની અસર વિશાલ ફાર્મા સુધી મર્યાદિત ન રહી. આસપાસની ચારથી પાંચ કંપનીઓના માળખામાં પણ વ્યાપક નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર સજાગ થયું.
ચારથી પાંચ ફાયર ટેન્ડર સાથે ફાયર વિભાગની ટીમો અને અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. હાલમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે, કાટમાળ હટાવવા સાથે મૃત્યુઆંક વધે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે.
આપણ વાંચો: આયુર્વેદિક દવા સસ્તામાં ખરીદવાની લાલચ આપે તો ચેતી જાજો, વાંચો આ કિસ્સો



