ભરૂચ GIDCની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા | મુંબઈ સમાચાર
ભરુચ

ભરૂચ GIDCની સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

પાનોલી: ભરૂચમાં મોટાપાયે ઈન્ડસ્ટ્રી જોવા મળે છે. અહીંની કંપનીઓમાં ઘણીવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે. જોકે, આજે પાનોલી GIDCની એક કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ છે કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા છે.

સંઘવી ઓર્ગેનિક્સ પ્રા. લિ.માં આગ

વહેલી સવારે ભરૂચ જિલ્લાની પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં આકાશમાં ધુમાડા અને જ્વાળાઓના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા આગને કાબૂમાં લેવા માટે ફાયર ટેન્ડરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને નુકસાનનું ચોક્કસ પ્રમાણ પણ સ્પષ્ટ નથી.

બે દિવસ અગાઉ દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝના વેરહાઉસમાં પણ બપોરે આગ ફાટી નીકળતા નાસભાગ થઈ હતી. ત્રણ ફાયરફાઈટર્સ દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ આ જ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

જોતે, આજે સર્જાયેલી દુર્ઘટના થોડા મહિના પહેલાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બનેલી એક મોટી દુર્ઘટનાની યાદ અપાવે છે. 2 એપ્રિલના રોજ, એક વેરહાઉસમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે લાગેલી આગમાં ઓછામાં ઓછા 21 લોકોનાં મોત થયાં હતાં, જેમાં મોટાભાગે મધ્યપ્રદેશના મજૂરો હતા.

આ પણ વાંચો…દહિસર આગ: ગુજરાતી મહિલાનું મૃત્યુ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button