ડભોઈઃ પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને ગુટકા લેવા મોકલ્યાં! વિવાદાસ્પદ વીડિયો વાયરલ

ડભોઇ: ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ઉત્તમ હોવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ કેટલીક ઘટનાઓ એવી બને છે તે શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠ્યાં છે. ડભોઈમાં આવેલી એક સરકારી શાળાનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિક્ષકે બાળકોનું ગટકા લેવા માટે મોકલ્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
જી હા, ડભોઇ વેરાઈમાતા વસાહત 2ના પ્રાથમિક શાળાનાં શિક્ષકે વિદ્યાર્થીને મિરાજ તમાકુ અને ચા લેવા મોકલ્યો હોવાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને ચર્ચાનો દોર શરૂ થયો અને શાળાની શિક્ષણ વ્યવસ્થા પર સવાલ થઈ રહ્યાં છે.
આપણ વાંચો: આ તે કેવી શિક્ષણ વ્યવસ્થા?: ઓડિશા બાદ હવે નોઈડામાં વિદ્યાર્થિનીની આત્મહત્યા, કારણ પણ સરખા
જે શિક્ષક ખૂદ ગુટકા ખાય તે બાળકોને શું શિખામણ આપશે?
બાળકો શાળામાં ગુટકાનું શિક્ષણ લેવા માટે આવે છે? જો શિક્ષક ખૂદ ગુટકા ખાય છે અને બાળકોને પણ ગુટકા લેવા માટે મોકલે છે તો પછી આની વિદ્યાર્થીઓ પર કેવી અસર થશે? એટલું જ નહીં પરંતુ શૈક્ષણિક સંકુલની 100 મીટર ત્રિજ્યામાં પાન-ગુટખાના વેચાણ પર પ્રતિબંધ છે, આ દાવાને પણ ડભોઇની આ શાળાએ પોકળ સાબિત કર્યાં છે.
જો શિક્ષણ સંકુલના 100 મીટરની ત્રિજ્યામાં કોઈ વ્યક્તિ ગુટકાનું વેચાણ કરે છે તો શિક્ષકે તેની સામે ફરિયાદ કરવાની હોય છે. પરંતુ અહીં તો શિક્ષક ખુદ જ ગુટકાના વ્યસની છે. તો પછી નિયમોનું પાલન કરી રીતે થઈ શકે?
શાળાના આચાર્યે પણ આ વાતનો સ્વીકાર કર્યો
18 વર્ષથી નીચી ઉંમરના બાળકોને ગુટખા વેચી શકાય નહીં પરંતુ અહીં બાળકોને ગુટકા આપવામાં આવી રહી છે. ડભોઇની શિનોર રોડ ઉપર આવેલ વેરાઈમાતા વસાહત 2 ની પ્રાથમિક શાળાના શિક્ષક જીતુભાઈએ વિદ્યાર્થીઓને તમાકુ અને ચા લેવા મોકલ્યા હોવાના આરોપ લાગ્યા છે.
બાળકો જાતે જણાવી રહ્યાં છે, અમને જીતુભાઈ સાહેબે ચા અને મિરાજ લેવા માટે મોકલ્યાં છે. આ મામલે જ્યારે શાળાના આચાર્ય સાથે વાત કરવામાં આવી ત્યારે બાળકો પાસે ચા અને તમાકુ મગાવી હોવાની કબુલાત કરી હતી. હવે જોવાનું એ રહે છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષક અને શાળા સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે.