કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના Deepfake Video બાદ પોલીસ એક્શનમાં, ફરિયાદ નોંધાઈ
અમદાવાદ : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો(Deepfake Video) શેર કરવા બદલ ગુજરાત પોલીસે એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું . જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના એકાઉન્ટમાં જ્યાં વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તે વ્યક્તિની ઓળખ ચિરાગ પટેલ તરીકે કરવામાં આવી હતી. આ વિડિયોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને હેરફેર કરવામાં આવી હોવાનું જણાયું હતું.
ચિરાગ પટેલ નામના એકાઉન્ટથી પોસ્ટ વિડીયો થયો
GST મુદ્દે ચિરાગ પટેલ નામના એકાઉન્ટથી વિડીયો પોસ્ટ થયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોસ્ટ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મંગળવારે, સંઘવીએ સોશિયલ મીડિયા પર કહ્યું: “નાગરિકોને ગેરમાર્ગે દોરવા માટે આ નકલી વીડિયો ફેલાવવાનું આ ભ્રામક કૃત્ય ઘૃણાજનક છે.”
કેન્દ્ર સરકાર ખોટી માહિતી વિશે ચિંતિત
ડિસેમ્બરમાં, કેન્દ્રએ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને “AI-deepfakes દ્વારા સંચાલિત ખોટી માહિતી વિશે વધતી ચિંતાઓ” વચ્ચે ઇન્ફર્મેશન ટેક્નોલોજી નિયમોનું પાલન કરવા માટે એક એડવાઇઝરી જાહેર કરી હતી.